પોરબંદરના માધવપુરમાં 10 એપ્રિલે પૌરાણિક મેળાને લઈને જીલ્લા વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ
રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો માટે પ્રશાસને 100 જેટલી કાર મંગાવી
5 દિવસ સુધી યોજાનારા મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
17:32 (IST)
સાબરકાંઠામાં વિરેન્દ્રસિંહના દાવા મામલે કોટવાલનું નિવેદન
કહ્યું કે મારે કોઈ વ્યક્તિ સાથે વાતચીત નથી થઈ, હું મારા મત વિસ્તારમાં પ્રવાસ અર્થે ફરી રહ્યો છું.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 10 એપ્રિલે ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામમાં પાંચ દિવસીય મેળાનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, આ મેળો ભગવાન કૃષ્ણ અને દેવી રૂકમણીનાં લગ્નની ઉજવણી માટે માધવપુર ઘેડ, પ્રસિદ્ધ તીર્થસ્થળ ખાતે યોજાય છે. પ્રસિદ્ધ માધવરાય મંદિર મૂળરૂપે ગામમાં 13મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો માટે પ્રશાસને 100 જેટલી કાર મંગાવી
આજે ગુરૂવાર, 7મી માર્ચ 2022 (7 March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ઢોર નિયંત્રણ બિલને લઈને આજે માલધારી સમાજના પ્રતિનિધિઓની મુખ્યમંત્રી સાથે બેઠક, બિલ સુધાર કરવા માટે થશે ચર્ચા, માલધારીઓ આપશે તેમના સૂચન. સવારે 10 વાગે મુખ્યમંત્રીના નિવસસ્થાને બેઠક મળશે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કાર્યાલયમાં આજે બેઠકનો ધમધમાટ, સંગઠનના નેતાઓને સોંપવામાં આવેલા કામોનો રિવ્યું કરશે, રાહુલ ગાંધી દ્વારા રઘુ શર્મા પાસે રિવ્યું માંગવામાં આવ્યો છે જેને લઈને આજની બેઠક મહત્વની બની રહેશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વટવામાં ભાજપની મેઘા બાઈક રેલી, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના નેતાઓ રેલીને પ્રસ્થાન કરાવશે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી આઝાદી ગૌરવ યાત્રા સવારે ૧૧ વાગ્યે ઘ - ૦ આવશે અને ત્યારબાદ બે દિવસ સુધી સતત ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં ફરશે