Home /News /gujarat /

અમદાવાદીઓએ આકાશમાં જોયો અદ્દભૂત નજારો, નરી આંખે જોવા મળ્યું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

અમદાવાદીઓએ આકાશમાં જોયો અદ્દભૂત નજારો, નરી આંખે જોવા મળ્યું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

દરરોજે તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે

ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતો ISS એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટ જેટલો સમય લાગે છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થયો હતો. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી લોકોએ નરી આંખે જોયો હતો. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા રહી હતી.

ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટનો સમય લાગે છે

ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતો ISS એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે તે અંદાજિત દોઢ કલાકે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. દરરોજે તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે. પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી. તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે. જે મુજબ આ વખતે અમદાવાદ સહિતના રાજ્યમાંથી 10મીએ સાંજે 7:16 વાગ્યે વાયવ્ય દિશામા 331 ડિગ્રીએ તેનો ઉદય થયો હતો અને અગ્નિ દિશામાં 126 ડિગ્રીએ 7:22 વાગ્યે તેનો મોક્ષ થયો હતો.

અમદાવાદીઓએ જોયું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન


આવતીકાલે આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના

સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 400થી 425 કિમી ઊંચાઇએ પરિભ્રમણ કરતો ISS 10મીએ આપણાથી વધુમાં વધુ 2314 કિમી અને ઓછામાં ઓછા 653 કિમીના અંતરેથી પસાર થયો હતો. અમદાવાદ પરથી પસાર થનાર ISSમાં હાલ 3 અવકાશયાત્રીઓ છે. જેમાં યુએસએની જેસિકા મેર અને એન્ડ્રુ મોર્ગન અને રશિયાના ઓલેગ સ્ક્રિપોચકાનો સમાવેશ થાય છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad city, Earth, Space Station

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन