સુરતઃપુત્રીને બચાવવા ચોથા માળેથી પિતાની છલાંગ,મોત- ભાઇના ઘરે વેકેશનમાં આવ્યા હતા

News18 Gujarati | Pradesh18
Updated: April 30, 2016, 7:27 PM IST
સુરતઃપુત્રીને બચાવવા ચોથા માળેથી પિતાની છલાંગ,મોત- ભાઇના ઘરે વેકેશનમાં આવ્યા હતા
સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં ચોથામાળે અગાસી પર બાળકીને હવામાં ઉછાળીને રમતા એક યુવાનને આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાથમાંથી છટકી ગયેલી માસુમ બાળકીને બચાવવા માટે પિતાએ પણ અગાસી પરથી ભૂસકો માર્યો હતો. જોકે આ બનાવમાં બાળકી બચી જવા પમી હતી જયારે પિતાનું કરુણ મોત નીપજ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: April 30, 2016, 7:27 PM IST
  • Share this:
સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં ચોથામાળે અગાસી પર બાળકીને હવામાં ઉછાળીને રમતા એક યુવાનને આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાથમાંથી છટકી ગયેલી માસુમ બાળકીને બચાવવા માટે પિતાએ પણ અગાસી પરથી ભૂસકો માર્યો હતો. જોકે આ બનાવમાં બાળકી બચી જવા પમી હતી જયારે પિતાનું કરુણ મોત નીપજ્યું હતું.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વિરામ નગરમાં ગોપાલદર્શન એપાર્ટમેન્ટ છે. શુક્રવારે મોડીસાંજ ના સમયે અશોક કદમ નામનો યુવાન તેની ચાર વર્ષની પુત્રી જીયા ને લઇ અગાસી પર ગયો હતો. ચોથા માળે અગાસીની કોર્નર પર ઉભા રહી અશોક તેની ચાર વર્ષની બાળકીને હવામાં ઉછાળી તેની સાથે રમત રમી રહ્યો હતો. આ સમય દરમિયાન અચાનક જ તેને બેલેન્સ ગુમાવતા બાળકી તેના હાથમાંથી છટકી ચોથામાળેથી નીચે પટકાઈ હતી.

ફૂલ જેવી કોમલ બાળકી તેના હાથમાંથી છટકી જતા તેને બચાવવા માટે અશોકભાઈ એ પણ છલાંગ લગાવી હતી. જોકે આ બનાવામાં બંને નીચે પટકાયા બાદ અશોકભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે ચાર વર્ષની માસુમ બાળકી જીવિત હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ અશોક સુરતના પાલનપુર જકાતનાકા પાસે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહે છે. જોકે હાલમાં વેકેશન હોવાના કારણે ગોપાલદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા તેના નાનાભાઈના ઘરે વેકેશન ગાળવા માટે પરિવાર સાથે આવ્યો હતો. બપોરના સમયગાળા દરમિયાન બધા ઘરમાં બેસી જમતા હતા ત્યારે અશોભાઈ ની ચાર વર્ષીય પુત્ર જીયા રડતી હતી જેથી અશોકભાઈ તેને અગાસી પર રમાડવા માટે લઇ ગયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
First published: April 30, 2016, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading