વ્યાજના કારણે ઝેર પીનાર શીતલબેનનું કહેવું છે કે, તેમના પતિ એ પોતાના સગા સંબંધીઓના સોના ગીરવે મૂકી અને ગોલ્ડ લોન લીધી હતી ત્યારે અમારે પૈસાની જરૂર હોય 1.82 લાખ શૈલેશ અને અશ્વીન પાસેથી લીધા હતા.
દીનેશ સોલંકી, વેરાવળ: વેરાવળ શહેરમાં આવાસ યોજનામાં રહેતા પરીવારે વ્યાજખોરોના ત્રાસ બાબતે ગાંધીનગર ખાતે ગૃહ મંત્રીને રૂબરૂ આપવીતી વર્ણવી હતી. ત્યાર બાદ મહીલા એ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યોગ્ય સહકાર ન આપ્યાનું પરીવારે જણાવ્યું હતું. પોલીસ કહે છે આ બનાવના ત્રણ આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી એ વેગ પકડ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવાસ યોજનામાં રહેતા શીતલબેન નામની મહિલા એ ત્રણ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા બનાવે ચર્ચા જગાવી છે. ફરિયાદી દંપતીનું કહેવું છે કે સ્થાનિક પોલીસે અમારું ન સાંભળ્યું, જેથી અમે ગાંધીનગર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી અને ગીર સોમનાથ પોલીસવડાને આ બનાવે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન આપ્યું હતું. ત્યાર બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતાં મહિલાએ ઝેરી દવા પીધાનું જણાવ્યું છે. જેમને લઈ જિલ્લાભરમાં ભારે ચકચાર મચાવી છે.
વ્યાજના કારણે ઝેર પીનાર શીતલબેનનું કહેવું છે કે, તેમના પતિ એ પોતાના સગા સંબંધીઓના સોના ગીરવે મૂકી અને ગોલ્ડ લોન લીધી હતી ત્યારે અમારે પૈસાની જરૂર હોય 1.82 લાખ શૈલેશ અને અશ્વીન પાસેથી લીધા હતા. જેમા પ્રતિ માસ 9001 (નવ હજાર એકસો) અમે ચૂકવતા હતા. તમામ પૈસા ચૂકવાયા બાદ પણ આરોપીઓ જેમાં શૈલેશ સોલંકી, અશ્વીન સોલંકી તેમજ મેરૂ સહીતના ત્રણેય શખ્શો અસહ્ય ત્રાસ આપતા હતા.
તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે થોડા સમય પૂર્વે જ ઝેર પી લેનાર મહિલા શીતલબેનના પતિ મનોજભાઈ દ્વારા એક અન્ય ફરીયાદ રાજુ નામના વ્યક્તિ પર પણ વ્યાજખોરી બાબતે ગુનો દાખલ કરાયો છે. જે આરોપીને પણ અમોએ ઝડપી કાર્યવાહી કરી છે. ત્યારે ફરી શીતલબેન દ્વારા જે ત્રણ આરોપીઓ જેમાં શૈલેષ સોલંકી અશ્વિન સોલંકી અને મેરુ નામના ત્રણ આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે ગૃહ મંત્રી સુધી જવા બાબતે પોલીસ જણાવે છે કે અમુક ફરિયાદીને પૂરતો સંતોષ ન હોય તો વિવિધ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરે છે પરંતુ આ બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર