કચ્છમાં ટીમ્બર કંપનીઓમાં કરતા આઠ બાંગ્લાદેશી શખ્સો પકડાયા
કચ્છમાં ટીમ્બર કંપનીઓમાં કરતા આઠ બાંગ્લાદેશી શખ્સો પકડાયા
કચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી ટીમ્બર કંપનીઓમાં મજુરી કરીને છુપાઈને રહેતા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડયા છે. આ કેસની તપાસમાં વધુ અનેક બાંગ્લાદેશી નાગરિકો મળી આવે તેવી શકયતા છે.
કચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી ટીમ્બર કંપનીઓમાં મજુરી કરીને છુપાઈને રહેતા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડયા છે. આ કેસની તપાસમાં વધુ અનેક બાંગ્લાદેશી નાગરિકો મળી આવે તેવી શકયતા છે.
કચ્છ : કચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી ટીમ્બર કંપનીઓમાં મજુરી કરીને છુપાઈને રહેતા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડયા છે. આ કેસની તપાસમાં વધુ અનેક બાંગ્લાદેશી નાગરિકો મળી આવે તેવી શકયતા છે.
ગાંધીધામ એલસીબી અને એસઓજી પોલીસે તપાસ દરમિયાન ભચાઉના મોટી ચીરઈ ગામ પાસે આવેલી માઈક્રો પ્લાયવુડ કંપની અને અમુલ્યા કંપનીમાંથી આઠ બાંગ્લાદેશી નાગરિકોને પકડી લેવામાં આવ્યા છે.
જેમાં પોલીસે નકુલ દિપેન રાય ( ઉ. 19), દયાલ સુશીલ રાય (ઉ. 19), રતન બિરેન્દ્ર રાય (ઉ. 28), નબોદિપ ધનકુમાર રાય (ઉ. 20), સાગર ફઝલુ તસવીમ મંડોલ (ઉ. 20), સુકુમાર ઠાકુરદાસ રાય (ઉ. 26), અમરિશ ગોંવિદ રાય (ઉ. 19), આરીફુલ ઈસ્લામ રમજાનઅલી (ઉ. 19)નો સમાવેશ થાય છે. તમામ લોકો બાંગ્લાદેશના દિનશાપુર જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ બાંગ્લાદેશી શખ્સો પૈકી કોઈ બે વર્ષથી તો કોઈ પાંચ વર્ષની આ કંપનીઓમાં નોકરી કરતું હતું. જોકે આ શખ્સો પાસેથી કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી. દરમિયાન પોલીસે આ રીતે કોઈ ઓળખ વગર અજાણ્યા લોકોને કામે રાખવા અંગે કંપની જવાબદારો સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન સૌથી મોટો મુદ્દો સપાટી પર આવ્યો છે. જેમાં ગાંધીધામ- ભચાઉ હાઈવે પર અનેક કંપનીઓ આવેલી છે. જેમાં હજારો પરપ્રાંતીય લોકો કામ કરે છે. તેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી લોકો હોવાનું માનવામાં આવી રહયું છે. ખાસ કરીને પોલીસ દ્વારા કંપનીઓમાં તપાસ ન થતી હોવાથી અનેક લોકો આ રીતે ઘુસી ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર