Home /News /gujarat /અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા
અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા
સૌ પ્રથમ બાતમીના આધારે રવિ પ્રતાપ સિંઘની ધરપકડ કરાઈ હતી. બાદમાં હરીશ અને પૂજા મળી આવ્યા
Government jobs - PSI, કોન્સ્ટેબલ , હેડક્લાર્ક, LRD તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની જગ્યા પર નોકરી અપાવવા માટે લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા
અમદાવાદ : રાજ્યમાં સરકારી ભરતીમાં (Government recruitment)ગેરરીતિના આક્ષેપો વારંવાર થતા હોય છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)સરકારી ભરતીઓમાં ભરતી (Government jobs)કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિવિધ ઉમેદવારો પાસેથી 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલ આરોપી હરીશ પ્રજાપતિ (લાલ કલર ટીશર્ટ) રિટાયર્ડ આર્મી મેન છે. જેણે દહેગામમાં સરકારી નોકરીમાં ભરતી કરાવવા માટેની એકેડમી ખોલી હતી. આ એકેડમીમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમની પાસેથી PSI, કોન્સ્ટેબલ , હેડક્લાર્ક, LRD પુરુષ ,LRD સ્ત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની જગ્યા પર નોકરી અપાવવા માટે લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. હરીશની સાથે કામ કરનાર પૂજા ઠાકોર તેમજ અજમેરના રવિ સિંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સૌ પ્રથમ બાતમીના આધારે રવિ પ્રતાપ સિંઘની ધરપકડ કરાઈ હતી. બાદમાં હરીશ અને પૂજા મળી આવ્યા હતા.
કઈ પોસ્ટ માટે કેટલા વસુલતા હતા?
PSI માટે 10 લાખ ,LRD પુરુષ માટે 5 લાખ, LRD મહિલા માટે 4 લાખ, તલાટી માટે 5 લાખ રૂપિયા, આર્મી માટે 3.5 લાખ રૂપિયા, જૂનિયર ક્લાર્ક માટે 2.5 લાખ, AMC ક્લાર્ક માટે 1.5 લાખ રૂપિયા વસુલવામાં આવતા હતા.
આરોપી હરીશ પ્રજાપતિએ ઉમેદવારોને ગુમરાહ કરવા માટે દહેગામમાં કરાઈ પોલીસ એકેડમી જેવી જ આબેહૂબ એકેડમી તૈયાર કરી હતી. જેમાં ઉમેદવારોને શારીરિક ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. આરોપી હરીશના સાગરિતો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા. જ્યાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવકોનો સંપર્ક કરીને તેમને દહેગામ સ્થિત હરીશની એકેડમીમાં મોકલતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એકેડમીમાં તપાસ કરતા 81 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાંથી 60 ઉમેદવાર રાજસ્થાન અને 4 ઉમેદવાર ઉત્તર પ્રદેશના છે. આ ઉમેદવારો ગુજરાતમાં ન રહેતા હોવા છતાં તેમના સરકારી ભરતી માટેના ફોર્મ ગુજરાતના એડ્રેસથી ખોટા ભરવામાં આવ્યા હતા.
" isDesktop="true" id="1196253" >
તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હરીશ પાસેથી PSI નો ડ્રેસ તેમજ PSI નું ડુપ્લીકેટ આઈકાર્ડ પણ મળી આવ્યું છે. જેનો ઉપયોગ આરોપી દ્વારા ઉમેદવારો સામે રૌફ જમાવવા કરાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરીશ અગાઉ આર્મીમેન બની પૈસા પડવવાના ગુનામાં મહેસાણામાં ઝડપાયો હતો. આરોપીની એકેડમી પર તપાસ દરમ્યાન PSI ની શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને PAAS લખેલા એડમિટ કાર્ડ પણ આરોપીઓ દ્વારા આપવામાં આવ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હજુ પણ આ કેસમાં 2 આરોપીઓ ફરાર છે જેમને ઝડપી પાડવા અને વધુ કેટલા યુવાનો આ આરોપીઓના શિકાર બન્યા છે તે દિશામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. સાથે ફરાર આરોપી પુરવિંદર સિંઘ અને શાહરૂખને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.