Home /News /gujarat /

ત્રણ દિવસમાં 'ધડક'ની કમાણી 30% વધી, જાણો ટોટલ કલેક્શન

ત્રણ દિવસમાં 'ધડક'ની કમાણી 30% વધી, જાણો ટોટલ કલેક્શન

'ધડક' પ્રખ્યાત મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. આ ફિલ્મમાં ઇશાન અને જાહ્નવી ઉપરતાં આશુતોષ રાણા લિડ રોલમાં છે

'ધડક' પ્રખ્યાત મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. આ ફિલ્મમાં ઇશાન અને જાહ્નવી ઉપરતાં આશુતોષ રાણા લિડ રોલમાં છે

    મુંબઇ: જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર સ્ટાર ફિલ્મ 'ધડક' રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરી રહી છે. ફિલ્મે પહેલાં વિકએન્ડ એટલે કે ત્રણ દિવસમાં 33 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ 'ધડક' કોઇ ન્યૂકમરની વિકેન્ડની સૌથી વધુ કમાણી કરનારી પહેલી ફિલ્મ બની ગઇ છે. આ પહેલાં ઘણાં વર્ષો સુધી કોઇ ન્યૂકમરની પહેલી ફિલ્મે આટલી કમાણી કરી નથી.

    બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં 30%નો વધારો થયો છે. ફિલ્મે પહેલાં દિવસે એટલે કે શુક્રવારે 8.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતું. જે બાદ બીજા દિવસે આ કલેક્શનમાં 25 %નો વધારો થયો અને તેણે 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. તો રવિવારે ફિલ્મની કમાણીમાં 30%નો વધારો થયો છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 13.75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રીતે પહેલાં વિકએન્ડમાં ફિલ્મે કૂલ 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.



    આપને જણાવી દઇએ કે 'ધડક' પ્રખ્યાત મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. આ ફિલ્મમાં ઇશાન અને જાહ્નવી ઉપરતાં આશુતોષ રાણા લિડ રોલમાં છે. ફિલ્મ રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર બનેલી લવસ્ટોરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Dhadak, Ishan Khattar, Jahnvi Kapoor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन