કોરોના પોઝિટીવ દર્દીના મોત બાદ રખાય છે આ પ્રકારની સુરક્ષા, વિચારો કેટલો ખતરનાક છે corona

કોરોના પોઝિટીવ દર્દીના મોત બાદ રખાય છે આ પ્રકારની સુરક્ષા,  વિચારો કેટલો ખતરનાક છે corona
પ્રતિકાત્મક તસવીર

કોરોના પોઝિટીવ દર્દીના મૃતદેહની ખુબ જ સુરક્ષા પૂર્વક ટ્રીટમેન્ટ કરી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

  • Share this:
બુધવારે રાત્રે સાડા 11 વાગ્યા આસપાસ કોરોના પોઝિટિવ દાણીલીમડાના વૃદ્ધાનું મોત થયું હતું. તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલથી ઘરે લઈ જવાતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પ્લાસ્ટિકની ઝીપ બેગમાં મૃતદેહને હોસ્પિટલ ગેટ પરથી સ્ટાફ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટમાં સજ્જ થઈને સ્ટ્રેચર પર લઈ જતો દેખાય છે. ત્યારબાદ ડેડ બોડી વાનને ફ્યુમિગેશન કરીને મૃતદેહને અંદર રખાય છે. બાદમાં સ્ટ્રેચરને પણ ફ્યુમિગેશન કરાય છે અને વાનને રવાના કરાય છે. એ પછી ડી-9 વોર્ડનું ફ્યુમિગેશન કરાયું. રાત્રે 12.15ની આસપાસ ડેડબોડી વાનમાં મૃતદેહ મુકાયો અને તરત જ ફ્યુમિગેશન કરી બધી તૈયારી કરાઈ હતી.આ વીડિયો અંગે અમારા સંવાદાદાતા દીપિકા ખુમાણે પૃષ્ટિ કરી ત્યારે સિવિલ હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ગુણવંત રાઠોડે જણાવ્યું કે પ્રોટોકલ મુજબ કોરોના દર્દીના મૃતદેહથી અન્યને ચેપ ના લાગે તેની સાવચેતી રાખવી પડે છે

9 ફૂટ ઊડી કબરમાં દફનવિધિ બાદ દવાનો છંટકાવ થયો હતોપ્રોટોકોલ મુજબ હોસ્પિટલનો સ્ટાફ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટમાં હતો અને મૃતદેહને પ્લાસ્ટિકની ઝીપ બેગમાં લગવાયો હતો. કબ્રસ્તાન પહોંચ્યા પછી દફનવિધિ માટે 9 ફૂટ ઊંડી કબર ખોદી પહેલાં તેમાં દવાનો છંટકાવ કરવામાં આ‌વ્યો હતો. કબર પણ જેસીબીથી ખોદવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં 6 ફૂટ સુધીની કબર ખોદવામાં આવતી હોય છે. દફનવિધિ પછી કબરની માટી તેમજ આજુબાજુ પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

વૃદ્ધા મક્કા મદીનાથી આવ્યા હતા

આ મહિલા 14 માર્ચે મક્કા-મદીનાથી આવી હતી અને 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંતિમવિધિ સમયે મહિલાના જમાઈ અને દોહિત્રને હાજર રખાયા હતા. જો કે, બંનેને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ પહેરાવવામાં આવ્યા હતા. દફનવિધિ પૂરી થતાંની સાથે જ ડેડબોડી વાનના ડ્રાઈવર સહિત હોસ્પિટલના કર્મચારીઓએ પહેરેલા પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટને જંતુમુક્ત કરી કોઈપણ રીતે ચેપ ન લાગે તેમ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રોટોકલ કેવો હોય છે

આ વીડિયો અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ગુણવંત રાઠોડના જણાવ્યાનુસાર, કોરોનાથી ફેફસામાં ઇન્ફેકશન થાય છે, જેથી મૃતદેહમાંથી કોઇ ફ્લૂઈડ (પ્રવાહી) બહાર ન આવે તે રીતે હોસ્પિટલના ડોકટરો મૃતદેહને પ્લાસ્ટિકમાં વીંટાળી પ્લાસ્ટિકની ઝીપ બેગમાં પેક કરીને આપે છે. દફન વિધિ પહેલા મૃતકના સગાંને છેલ્લી વાર દૂરથી દર્શન કરવા દેવાય છે. મૃતક હિન્દુ હોય તો બોડી ફ્લૂઈડ ફેલાય નહિ અન્યને ચેપ લાગે નહીં તે રીતે અંતિમ સંસ્કાર કરવાના હોય છે, જે લોકો અંતિમ વિધિ સમયે હાજર હોય તે તમામે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવા, તેમજ જ્યાં ખાડો ખોદ્યો હોય ત્યાં 1 ટકા હાઇપો ક્લોરાઇડ સોલ્યુશનથી જંતુમુક્ત કરવામાં આવે છે.
First published:March 27, 2020, 23:05 pm

टॉप स्टोरीज