Shrikant Adkar: શ્રીકાંતે આ અનોખી સિદ્ધિ મેળવીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પોતાના યુવાનીના દિવસોમાં શ્રીકાંતે પૂણે શ્રી અને અન્ય બોડી બિલ્ડીંગ ટાઈટલ જીત્યા હતા. આજે પણ તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ તકેદારી રાખે છે. શ્રીકાંત દ્વારા ફિટનેસ મેન્ટેનિંગ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
પૂણે: મનમાં મક્કમ નિર્ધાર હોય અને લક્ષ્ય પ્રાપ્ત કરવા અર્જુન જેવી દ્રઢતા-એકાગ્રતા હોય તો જીવનના ગમે તે ઉંમરે કોઈપણ કાર્ય અશક્ય નથી લાગતું. આવડત, ખંત અને ડેડીકેશનનો ઉત્તમ નમૂનો પૂણેના એક 78 વર્ષીય મહાશયે આપ્યો છે. શ્રીકાંત અડકર આ ઉંમરે પણ ફિટનેસને પણ શરમાવે છે. 78 વર્ષની ઢળતી ઉંમરે આ મહાશયે જિલ્લા લેવલની પાવરલિફ્ટિંગ સ્પર્ધા જીતી લીધી છે.
વધતી જતી ઉંમર સાથે આપણા હાડકા નબળા થવા લાગે છે તેથી જ વૃદ્ધ લોકોને ઘણીવાર અન્યની મદદની જરૂર હોય છે પરંતુ શ્રીકાંતજીની ફિટનેસ આ ઉંમરે ગજબની ફિટનેસ સાથે યુવાનો પણ શરમાવે છે અને તેઓએ અનેક લોકોના પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
રેકોર્ડબ્રેક પરફોર્મન્સ :
શ્રીકાંતે આ જીતની ખુશી સાથે પોતાના વિચારો શેર કરતા કહ્યું, “હું નિયમિતપણે બોડી બિલ્ડીંગ એક્સરસાઇઝ કરું છું. મારી પાસે મજબૂત-ખડતલ શરીર છે. હું કારવેનગરમાં સોમન ક્લબના રાજહંસ મહેંદલે(Rajhans Mehandale)ની દેખરેખ હેઠળ પાવરલિફ્ટિંગ એક્સરસાઇઝ કરું છું. તેમણે મને ડેડલિફ્ટની તૈયારી કરવાનું કહ્યું હતુ."
“આ ઉંમરે ડેડલિફ્ટિંગ એક પડકાર છે. ઘડપણ તમારી કરોડરજ્જુને અસર કરે છે અને તે શરીરના હાડકાને પણ નબળા બનાવે છે. મહેંદલેએ મારી ટ્રેનિંગમાં કોઈ કસર નથી રાખી અને મેં યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી હતી તેનું પરિણામ હવે બધાની સામે છે. હું આ કોમ્પીટિશનમાં 50 કિલો ડેડલિફ્ટ કરી શક્યો છું.
સ્વસ્થ શરીરનું રહસ્ય શું છે ?
શ્રીકાંતે આ અનોખી સિદ્ધિ મેળવીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પોતાના યુવાનીના દિવસોમાં શ્રીકાંતે પૂણે શ્રી અને અન્ય બોડી બિલ્ડીંગ ટાઈટલ જીત્યા હતા. આજે પણ તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ તકેદારી રાખે છે. શ્રીકાંત દ્વારા ફિટનેસ મેન્ટેનિંગ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
જોકે જીત બાદ પોતાના સ્વસ્થ શરીરનું રહસ્ય જણાવતા તેમણે કહ્યું કે મને કોઈ પણ વસ્તુની આદત-લત નથી. હું હંમેશા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છે. યોગ્ય સમયે જમવાની સાથે સૂવાનું, વ્યાયામ, કસરત, પ્રેક્ટિસ મારૂં ડેઈલી રૂટિન છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેના પિતા એક પોલીસ અધિકારી હતા અને તેના કારણે પરિવારમાં દરેક વ્યક્તિ પોતાને ફિટ રાખવા નિયમિત કસરત કરતા હતા અને તેને હવે તે ટેવ અને જરૂરિયાત બની ગઈ છે. યુવાવસ્થાથી જ નિયમિત કસરતને કારણે જ હું મારૂં શરીર સ્વસ્થ રાખી શક્યો અને 80 વર્ષની ઉંમરે પણ ફિટ છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર