આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!

સાપોથી કંટાળીને પરિવારના કેટલાક સભ્યો ઘર છોડીને બીજા સ્થળે રહેવા જતા રહ્યા

સાપોથી કંટાળીને પરિવારના કેટલાક સભ્યો ઘર છોડીને બીજા સ્થળે રહેવા જતા રહ્યા

 • Share this:
  ભિંડઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ભિંડ જિલ્લા (Bhind District)ના એક ઘરમાં એક સપ્તાહમાં રોજ સાપ જ સાપ નીકળી રહ્યા છે. રોજ સામે આવતા કૉબ્રા સાપ (Cobra Snake)ના કારણે આ પરિવારના સભ્યોની ઊંઘ ઊડી ગઈ છે. જ્યારે ઊંઘવાનો સમય થાય છે તો તેમને સાપના ડરાવી દે તેવા સાપના શરૂ થઈ જાય છે. સાપોથી કંટાળીને પરિવારના કેટલાક સભ્યો તો ઘર છોડીને બીજા સ્થળે રહેવા જતા રહ્યા છે. હવે આ ઘર જાણે લોકોનું નહીં પરંતુ સાપોનું ઠેકાણું બની ગયું છે.

  પરિવારના મુખ્ય સભ્યના જણાવ્યા મુજબ, 7 દિવસની અંદર ઘરમાંથી 123 કૉબ્રા સામે આવી ચૂક્યા છે. જીવન કુશવાહે જણાવ્યું કે તેણે પંચાયત સચિવને આ બાબતની જાણકારી આપી. પરંતુ તેઓએ મદદને બદલે કહ્યું કે સાપોને દૂધ પીવડાવો.


  જીવન કુશવાહે વધુમાં જણાવ્યું કે તેઓ છેલ્લા એક સપ્તાહમાં 123 કૉબ્રા પ્રજાતિના સાપ પકડી ચૂક્યા છે. મોટા સાપોની સાથોસાથ તેના બચ્ચા પણ ઘરમાં નીકળી આવે છે. તેનાથી જીવન સિંહના પરિવારની ઊંઘ ઊડી ગઈ છે.

  આ પણ વાંચો, LSD: કોરોનાના નામે આપ્યું ઝેરનું ઇન્જેક્શન, પત્ની સાથે અફેરની હતી આશંકા

  પરિવારે સોશિયલ મીડિયા પર માંગી મદદ

  પરિવારે વીડિયો મૂકીને સોશિયલ મીડિયા પર લોકોની મદદ માંગી પરંતુ હજુ સુધી કોઈ વહીવટી અધિકારીની મદદ નથી મળી. જીવન કુશવાહે કહ્યું કે સાપોના ડરથી અમે નિરાંત રહી નથી શકતા. અમે લોકો અનેક દિવસોથી ઊંઘી નથી શક્યા. અમે હવે ઘરમાં ઘૂસી નથી શકતા. તેઓએ જણાવ્યું કે અંધારામાં સાપ ઘરથી વધુ બહાર આવે છે.

  જીવન પોતાના ભાઈની સાથે બેસીને રાત્રે સાપ પકડે છે

  જીવન પોતાના ભાઈની સાથે બેસી રાત્રે સાપ પકડે છે. ડર એવો છે કે જીવને પરિવારના સભ્યોને ઘરથી બહાર મોકલી આપ્યા છે. તેઓએ જણાવ્યું કે ઘરથી બહાર જતા સાપ ઘણા ઝેરી છે. તેના કરડવાથી પરિવારના સભ્યોના જીવ જઈ શકે છે. એવામાં ઘરમાં ઘૂસવામાં ડર લાગે છે. હું મારા ભાઈની સાથે બેસીને રાત્રે સાપ પકડીએ છીએ.

  આ પણ વાંચો, BSNLનો ખૂબ સસ્તો પ્લાન! 20 રૂપિયાથી ઓછા રિચાર્જ પર ફ્રી કૉલિંગ, 1.8GB ડેટા પણ
  Published by:user_1
  First published: