Diwaliની રજાઓમાં ઉત્તર ગુજરાતની આ જગ્યાઓનું પ્લાન કરી શકાય

News18 Gujarati
Updated: October 29, 2019, 11:57 AM IST
Diwaliની રજાઓમાં ઉત્તર ગુજરાતની આ જગ્યાઓનું પ્લાન કરી શકાય
પ્રતિકાત્મક તસવીર

આ દિવાળીએ નાની ટ્રીપ કરવાનું પ્લાનિંગ કરતા હોવ તો ગુજરાતની આ જગ્યાઓ તમારા માટે સારો વિકલ્પ બની રહેશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતના લોકો ફરવાનો શોખીન હોય છે. વેકેશન પડે ત્યારે તરત જ ફરવા જવાનું પ્લાન કરી દેતા હોય છે. અત્યારે ગુજરાતમાં દિવાળી વેકેશન (Diwali vacation 2019) શરૂ થયું છે ત્યારે અમે તમને જણાવીશું કે બે ત્રણ દિવસ માટે ગુજરાતમાં કઇ કઇ જગ્યાએ જઇ શકાય. જો તમે પણ આ દિવાળીએ નાની ટ્રીપ કરવાનું પ્લાનિંગ કરતા હોવ તો ગુજરાતની આ જગ્યાઓ તમારા માટે સારો વિકલ્પ બની રહેશે.

કચ્છનું સફેદ રણઃ-
કચ્છના સફેદ રણને દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ પણ માનવામાં આવે છે. જે દુનિયામાં કચ્છનું ગ્રેટ રણ (Great Desert of kutch) તરીકે જાણીતું છે. કચ્છના સફેદ રણ વિશે ઘણાં વખાણ સાંભળ્યા અહીં કચ્છ રણોત્સવ ઉજવવામાં આવે છે. આ દરમિયાન અહીંનો નજારો રોમાંચક બની જાય છે. સામાન્ય દિવસોમાં અહીં પ્રવાસીઓની પાંખી હાજરી છે. પણ તહેવારો અને લાંબી રજાઓ દરમિયાન અહીં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. અમદાવાદથી કચ્છના સફેદ રણનું અંતર આશરે 400 કિલોમિટર જેટલું છે. જેથી બે ત્રણ દિવસના પ્રવાસમાં (vacation destination in gujarat) આ સ્થળને યાદીમાં આવરી લઇ શકાય.

માંડવીઃ-
ગુજરાતના ઉત્ત પશ્વિમ ભાગમાં આવેલા વિશાળ કચ્છ જિલ્લામાં માંડવી આવેલું છે. દરિયા કિનારે આવેલા આ શહેરમાં બીચની મજા પણ માણી શકાશે. અહીં તમને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખીઓ જોવા મળશે. અહીં મહારાજા  પેલેજ આવેલો છે. જ્યાંથી આખા માંડવીનો અદ્દભૂત નજારો જોવા મળશે.

પાટણ અને મોઢેરાઃ-
Loading...

ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ શહેરમાં (Rani ki vav) રાણીની વાવ (step-well of patan) આવેલી છે જ્યારે મોઢેરામાં પ્રખ્યાત સૂર્ય મંદિર આવેલું છે. આ બંને જગ્યાઓ વચ્ચે માત્ર 35.8 કિલોમિટરનું અંતર છે. આ બંને જગ્યાઓ ઉપર અમદાવાદથી સરળતાથી પહોંચી શકાય છે. રાણીની વાવ અને મોઢેરા સૂર્ય મંદિરમાં (mothera sun temple) તમને અદ્દભૂત કલાકૃતિ જોવાનો અને ઇતિહાસ વિશે જાણવાની તક મળશે.
First published: October 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...