LOCKDOWNમાં અટવાયેલો આ બાઈકસવાર વિશાખાપટ્ટનમથી અમદાવાદ પહોંચ્યો

LOCKDOWNમાં અટવાયેલો આ બાઈકસવાર વિશાખાપટ્ટનમથી અમદાવાદ પહોંચ્યો
વિશાખાપટ્ટનમથી 1600 કીમી અંતર કાપી યુવાન અમદાવાદ પહોંચ્યો

1600 કિમી પ્રવાસ દરમિયાન અનેક ચેકપોસ્ટ પર આ યુવકે અનેક સમસ્યાનો સામનો કર્યો. અનેક જગ્યાએ તેને બેસાડી પણ રાખવામાં આવ્યો. 10 દિવસથી બરોબર જમ્યા ન હોવાનું અને રૂપિયા પણ ખતમ થઈ ગયા

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના વધતા કેસોને પગલે ઘણાં લોકો અટવાઈ પડ્યા છે. આવો એક રાજસ્થાનના ઝાલોરનો વતની આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં અટવાઈ પડ્યો હતો. તે બાઇક લઈને 1600 કિમીનું અંતર કાપી અમદાવાદ પહોચ્યો હતો. જ્યાં અમદાવાદ પોલીસે આ યુવકને પાણી અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે એક બાઈકસવાર વિશાખાપટ્ટનમથી અમદાવાદ આવી પહોંચ્યો હતો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 1600 કીમી અંતર કાપી રમેશ કુમાર નામનો યુવક અમદાવાદ પહોંચ્યો હતો. વિશાખપટ્ટનમમાં હાર્ડવેરનું કામ કરતા રમેશ કુમાર રાજસ્થાનમાં આવેલા ઝાલોરના વતની છે. રમેંશકુમાર પાસે રાજસ્થાનનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તે પોતાના વતન રાજસ્થાનના ઝાલોર પરત ફરવા છેલ્લા 14 દિવસથી સતત બાઇક પર મુસાફરી કરી રહ્યો છે. સ્પ્લેન્ડર બાઇક સાથે કુલ 1900 કીમીની મુસાફરી કરવાની હિંમત સાથે રમેશ વિશાખાપટ્ટનમથી ઝાલોર માટે 14 દિવસ પહેલા નીકળ્યો હતો.



આંધ્રપ્રદેશ પાસિંગની બાઇક સાથે અમદાવાદ આવી પહોંચેલા આ વ્યક્તિની અમદાવાદ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ હતી. 1600 કિમી પ્રવાસ દરમિયાન અનેક ચેકપોસ્ટ પર આ યુવકે અનેક સમસ્યાનો સામનો કર્યો. અનેક જગ્યાએ તેને બેસાડી પણ રાખવામાં આવ્યો. તેની પૂછપરછ કરતા તેઓ છેલ્લા 10 દિવસથી બરોબર જમ્યા ન હોવાનું અને રૂપિયા પણ ખતમ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

પ્રવાસ દરમિયાન માત્ર બિસ્કિટ, વેફર ખાઈને તેને મુસાફરી કરી હતી. બાઇક પર સતત મુસાફરી કરી રહ્યા હોવાથી તેની શારીરિક સ્થિતિ નાજુક જણાતા અમદાવાદ પોલીસે માનવતા દાખવી હતી. અમદાવાદ પોલીસે આ યુવક માટે પાણી - જમવાની વ્યવસ્થા કરી આપી હતી. તેની પાસે રૂપિયા પતી ગયા હોવાથી પૂછપરછ કરી રહેલા પોલોસકર્મીઓએ તેને મદદ કરી હતી.

અમદાવાદ પોલીસના કેટલાક કર્મીઓએ તેને પેટ્રોલ પુરાવવા માટે પણ મદદ કરી આપી હતી. આ અંગે યુવાને જ આવ્યું હતું કે, લોકડાઉનમાં ધંધો - રોજગાર બંધ છે ત્યારે વિશાખાપટ્ટનમથી પોતાના વતન ઝાલોર, રાજસ્થાન જવા માગે છે. તેનું વતન રાજસ્થાનનું ઝાલોર વિશાખાપટ્ટનમથી 1900 કીમી દૂર આવેલું છે. તેણે 1600 કીમી અંતર કાપ્યા બાદ હજુ પણ 300 કીમી પોતાના વતનથી દૂર છે. મહત્વનું છે કે રાજસ્થાનના આ યુવાનની જેમ અનેક લોકો પોતાના વતન જવા અટવાઈ પડ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 16, 2020, 19:58 pm

ટૉપ ન્યૂઝ