Coronaની બીજી લહેર ખતરનાક: ઘરમાં આ પાંચ છોડ ઓક્સીજનનું સ્તર યોગ્ય રાખે છે

Coronaની બીજી લહેર ખતરનાક: ઘરમાં આ પાંચ છોડ ઓક્સીજનનું સ્તર યોગ્ય રાખે છે
ઓક્સીજનનું સ્તર યોગ્ય રાખતા છોડ

કોરોનાને કારણે ઘણા લોકોએ ઘરેથી કામ શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે ઓક્સીજન લેવલ (Oxygen level)યોગ્ય રહે તે જરૂરી છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોરોનાની (Coronavirus) બીજી લહેર જોવા મળી રહી છે અને કોરોનાના કેસ (Corona Case)માં સતત વધારો થઈ રહ્યો છે. આવા કપરા સંજોગોમાં માસ્ક (Mask) પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ (social distancing)રાખવું ખૂબ જરૂરી છે. જરૂરી કામ વગર બહાર ન નીકળવું અને સ્વાસ્થ્યપ્રદ આહારનું સેવન (Health diet) કરવું. કોરોનાને કારણે ઘણા લોકોએ ઘરેથી કામ શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે ઓક્સીજન લેવલ (Oxygen level)યોગ્ય રહે તે જરૂરી છે.

અહીંયા એવા છોડ વિશે જાણકારી આપવામાં આવી છે, જેને તમે સરળ રીતે ઘરમાં રાખી શકો છો, જે હવાને ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે. પર્યાવરણમાં ફેલાયેલ ઝેરીલી હવાને દૂર કરવા માટે કેટલાક છોડ ખૂબ જ કાર્યરત છે, જે ફિલ્ટરિંગ પ્લાન્ટ તરીકે ઓળખાય છે. ખંજવાળ, બળતરા, સતત સર્દી, એલર્જી અને આંખોમાં બળતરા થતી હોય તો આ છોડ તમને લાભદાયી શકે છે. આ પાંચ છોડ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.એરેકા પામ

એરેકા પામ એક એવો છોડ છે જે કાર્બન ડાયોક્સાઈડને તત્કાલ ઓક્સીજનમાં પરિવર્તિત કરે છે. આ છોડ એક વ્યક્તિના ખભા સુધીનો હોય છે. છોડના પાંદડાને રોજ સાફ કરવા જરૂરી છે. તથા દર 3 થી 4 મહિને છોડને સૂરજના પ્રકાશમાં રાખવો પડે છે. આ છોડ હવાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. કૂંડામાં નમ માટીનો ઉપયોગ કરવો અને માટી સૂકાય એટલે છોડને પાણી આપવું.

આ પણ વાંચોઅળાઈની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ તમને ખૂબ જ સરળતાથી મળી રહે છે. આ છોડના પાંદડા 7થી 10 સેમી લાંબા હોય છે. ખૂબ જ ઓછા સૂર્ય પ્રકાશમાં પણ આ છોડ જીવિત રહી શકે છે અને કોઈ ખાલી બોટલ કે માટી વગર પણ ઉગાડી શકાય છે. મની પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરીને વાતાવરણમાં ઓક્સીજન છોડે છે. તથા આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સીજન પ્રદાન કરે છે.

એલોવેરા

એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ છોડને પાણીની જરૂરિયાત ઓછી રહે છે. આ છોડના પાંદડા મજબૂત હોય છે તેને કાપવા પર અંદરથી રસ નીકળે છે. આ રસ અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવામાં સહાયક છે. તમે ખૂબ સરળતાથી આ છોડને ઉગાડી શકો છો.

આ પણ વાંચોગિલોયનું જ્યુસ શરીર માટે છે અમૃત સમાન, આ રોગ માટે ખુબ અસરકારક, આ રીતે વધારો રોગ્રતિકારક શક્તિ

મધર ઈન લો ટંગ

આ છોડ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ઉગાડી શકાય છે. આ છોડ વાતાવરણમાં ઓક્સીજન મુક્ત કરવાની સાથે અનેક પ્રકારના હાનિકારક ગેસ દૂર કરે છે. આ છોડ કમર સુધીની લંબાઈ ધરાવે છે. આ છોડ પર સૂરજનો પ્રકાશ થોડો આવવો જોઈએ અને વધુ પાણી આપવું જોઈએ.

પાઈન પ્લાન્ટ

દેવદાર વૃક્ષ ઘરની હવા શુદ્ધ કરે છે. ઓ છોડના પાંદડા નાના હોય છે તથા તેનું વધુ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ થોડા થોડા સમયે તેની કાપ કૂપ કરવી જરૂરી છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.)
Published by:News18 Gujarati
First published:April 16, 2021, 16:50 pm

ટૉપ ન્યૂઝ