Home /News /gujarat /

Stock Market: આ પાંચ ડ્રોન મેકર કંપનીઓ કરાવી શકે છે ચાંદી-ચાંદી, જૂઓ લીસ્ટ

Stock Market: આ પાંચ ડ્રોન મેકર કંપનીઓ કરાવી શકે છે ચાંદી-ચાંદી, જૂઓ લીસ્ટ

ડ્રોન મેન્યુફેક્ચરીંગ કરતી કંપનીઓના શેરમાં જોવા મળી તેજી

કેન્દ્ર સરકાર (Central Goverment) દ્વારા ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાતથી ડ્રોન મેન્યુફેક્ચિંગ કંપનીઓનો શેર (Drone Stock) માં તેજી આવી ગઈ છે. ગૌતમ અદાણી (Gautam Adani) એ પણ આ ક્ષેત્રમાં પગ મૂક્યો છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે એગ્રિકલ્ચરલ ડ્રોન સ્ટાર્ટઅપ જનરલ એરોનોટિક્સમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

વધુ જુઓ ...
    ભારત સરકારે (Government of india) જુલાઈ 2021માં નવી ડ્રોન નીતિની જાહેરાત કરી હતી. સરકાર દરેક ક્ષેત્રમાં ડ્રોનનો (Drone Uses) ઉપયોગ વધારવા માટે નિયમોને ફ્લેક્સિબલ બનાવી રહી છે. ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં આયોજિત ડ્રોન ફેસ્ટિવલ (Drone festival)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ડ્રોનને કૃષિ ક્ષેત્રે ગેમ ચેન્જર ગણાવ્યું હતું. સરકારે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પગલાંના પરિણામે છેલ્લા ઘણા સમયથી ડ્રોન બનાવતી કંપનીઓના શેરમાં (Stocks of Drone Making companies) તેજી જોવા મળી રહી છે.

    હવે ગૌતમ અદાણીએ પણ આ ક્ષેત્રમાં પગ મૂક્યો છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે એગ્રિકલ્ચરલ ડ્રોન સ્ટાર્ટઅપ જનરલ એરોનોટિક્સમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. અદાણી જૂથના ડ્રોન ઉદ્યોગમાં પ્રવેશ બાદ બજારના જાણકારો આ સેક્ટરમાં ઝડપથી વૃદ્ધિ થશે તેવું અનુમાન લગાવી રહ્યા છે. આજે અમે તમને ભવિષ્યમાં સારું વળતર આપી શકે એવા પાંચ ડ્રોન સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ.

    જેન ટેક - છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં જેન ટેકના શેરમાં અપર સર્કિટ લાગી છે. આજે એટલે કે 1 જૂનના રોજ આ સ્ટૉકમાં ઇન્ટ્રાડેમાં પાંચ ટકાની તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં ડ્રોન સ્ટોકે તેના રોકાણકારોને 174 ટકા મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં લગભગ 25 ટકાની તેજી જોવા મળી છે.

    રત્ન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝીસ - લાઇવ મિન્ટના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષથી આ સ્ટોક પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યો છે. એક વર્ષમાં આ શેરમાં 200 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપની તેની પેટાકંપની નિયો સ્કાય ઇન્ડિયા દ્વારા ડ્રોનનું ઉત્પાદન કરે છે. રત્ના ઇન્ડિયાએ તાજેતરમાં જ થ્રોટલ એરોસ્પેસ પ્રા.લિ.માં 60 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આ શેરમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે.

    ભારત ઇલેક્ટ્રોનિક્સ - 1 જૂન, બુધવારે આ શેરમાં ઇન્ટ્રાડેમાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર 6.21 ટકા વધ્યો છે. એક વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 65 ટકા વળતર આપ્યું છે.

    પારસ ડિફેન્સ - પારસ ડિફેન્સનો આઈપીઓ મલ્ટી બ્લોગર હતો. તે 1 ઓક્ટોબર, 2021 ના રોજ બજારમાં આવી હતી. કંપનીના શેર ઇશ્યૂ પ્રાઇસથી 170 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 5.36 ટકાની તેજી જોવા મળી છે. હાલ આ શેરની કિંમત તેના ઇશ્યૂ પ્રાઇસ 175 રૂપિયા કરતા 265 ટકા વધારે છે.

    આ પણ વાંચોIPO new rules : SEBIએ IPOમાં બોલી લગાવવા માટે નિયમોમાં કર્યા ફેરફાર, 1 સપ્ટેમ્બરથી થશે લાગૂ

    ડીસીએમ શ્રીરામ - છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને લગભગ 45 ટકા રિટર્ન આપ્યું છે. આજે પણ આ સ્ટૉકમાં તેજી છે અને તે 1002.45 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. બજારના જાણકારોનું કહેવું છે કે, ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે થઇ રહેલા પ્રયાસોના કારણે આ સ્ટોક આવનારા સમયમાં સારું રિટર્ન આપી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Drone, Drone India, Indian Stock Market, Stock market, Stock market Tips, Stock Markets, ડ્રોન

    આગામી સમાચાર