Home /News /gujarat /ઈન્શ્યોરન્સ ખરીદનારા લોકો માટે મહત્વના સમાચાર, થઈ શકે આટલો મોટો ફાયદો
ઈન્શ્યોરન્સ ખરીદનારા લોકો માટે મહત્વના સમાચાર, થઈ શકે આટલો મોટો ફાયદો
ઈન્શ્યોરન્સ પર ટેક્સમાં મળી શકે છૂટ
બજેટમાં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર ઈનકમ ટેક્સની ધારા 80સીના ઉપરાંત પણ છૂટ આપવામાં આવી શકે છે. ટર્મ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે નાણા મંત્રાલય ઈન્ડસ્ટ્રીના સૂચનો પર વિચાર કરી રહ્યુ છે.
નવી દિલ્હીઃ પહેલી વખત ઈન્શ્યોરન્સ ખરીદનારા લોકોને અલગથી ઈન્સેન્ટિવ મળી શકે છે. CNBC આવાઝના સૂત્રો અનુસાર, બજેટમાં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર ઈનકમ ટેક્સની ધારા 80સીના ઉપરાંત પણ છૂટ આપવામાં આવી શકે છે. ટર્મ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે નાણા મંત્રાલય ઈન્ડસ્ટ્રીના સૂચનો પર વિચાર કરી રહ્યુ છે. આમાં મહિલાઓને વિશેષ છૂટ આપવાની માંગ કરવામાં આવી છે.
પહેલી વાર મળી શકે છે આટલી મોટી છૂટ
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, વીમા પોલિસી ખરીદવા પર નવા ગ્રાહકોને બજેટમાં પ્રોત્સાહન મળી શકે છે. મહિલા ગ્રાહકોને પ્રીમિયમ પર વધારે ટેક્સ છૂટ મળી શકે છે.
પહેલા પ્રીમિયમને મહિલાઓ માટે માફ કરવામાં આવતું હતુ. ઈનકમ ટેક્સની કલમ 80સી ઉપરાંત વીમા પર પ્રોત્સાહન પર વાતચીત ચાલુ છે.
ઈન્ડસ્ટ્રીએ ઈન્શ્યોરેન્સને પ્રોત્સાહન અને તેની પહોંચ વધારવા માટે આવું કરવાનું વિચાર કરી રહી છે. ઈન્શ્યોરન્સ પર પ્રોત્સાહન માટે સેક્શન 80સી થી અલગ નવો સેક્શન બની શકે છે.