Home /News /gujarat /

ફ્લેટમાં ઘુસી અજાણ્યા શખ્સોએ સસરા અને પુત્રવધુની હત્યા કરી લૂંટ ચલાવી

ફ્લેટમાં ઘુસી અજાણ્યા શખ્સોએ સસરા અને પુત્રવધુની હત્યા કરી લૂંટ ચલાવી

મહેસાણા#મહેસાણામાં હવે ધોળે દિવસે લુંટ, ધાડ અને હત્યાના ગુનાઓ બનવા લગતા શહેરીજનો કેટલા સુરક્ષિત છે, તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. કારણ કે, આજે ધોળા દહાડે બનેલી એક ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોની કેટલાક લુંટારૂ શખ્સોએ ઘરમાં ઘુસી જઈ હત્યા કરી દીધી છે. અને ઘરમાંથી ટીવી, લેપટોપ સહીત દાગીનાની લૂંટ ચલાવી હોવાનીં ફરિયાદ નોંધવા પામી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મહેસાણા#મહેસાણામાં હવે ધોળે દિવસે લુંટ, ધાડ અને હત્યાના ગુનાઓ બનવા લગતા શહેરીજનો કેટલા સુરક્ષિત છે, તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. કારણ કે, આજે ધોળા દહાડે બનેલી એક ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોની કેટલાક લુંટારૂ શખ્સોએ ઘરમાં ઘુસી જઈ હત્યા કરી દીધી છે. અને ઘરમાંથી ટીવી, લેપટોપ સહીત દાગીનાની લૂંટ ચલાવી હોવાનીં ફરિયાદ નોંધવા પામી છે.

2

ધોળે દિવસે હવે લોકો કેટલા સુરક્ષિત છે તે, પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. મહેસાણામાં બનેલી એક ઘટનાને પગલે હવે દરેક પરિવારે ચેતી જવાનો વારો આવ્યો છે. મહેસાણામાં આજે લૂંટના ઈરાદે એક જ ઘરના બે સભ્યોની હત્યા થવાની ઘટના સામે આવી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે સનસનાટી પ્રસરી જવા પામી છે. મહેસાણાના મોઢેરા રોડ પર જી.આઈ.ડી.સી. સામે આવેલા સ્વાગત ફ્લેટમાં છેલ્લા બે મહિનાથી જ રહેવા આવેલા પરિવારમાં પુત્રવધુ ગોસ્વામી મીનાબેન પ્રહલાદપૂરી અને તેમના સસરા ગોસ્વામી રામપુરી ખોડપૂરી ઘરમાં એકલા હતા. તે દરમિયાન કોઈ શખ્સોએ ઘરમાં ઘુસી જઈને લૂંટ ચલાવી હતી. અને ઘરમાં રહેલ ૪૨ ઈંચનું ટીવી, લેપટોપ સહીત રૂ.૫૦ હજાર રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જ્યારે મીનાબેનના પતિ પ્રહલાદપૂરી પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બન્નેની લાશ જોતા ચોકી ઉઠ્યા હતા.

3

સમગ્ર ઘટના ધોળે દિવસે એટલે કે, સવારે ૧૧ વાગ્યા આસપાસના સમયગાળામાં બનવા પામી હતી. ઘરમાં માત્ર મીનાબેન અને તેમના સસરા રામપુરી ગોસ્વામી જ હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મોઢેરા રોડ પરના સ્વાગત ફ્લેટમાં રહેતું પ્રહલાદપૂરી ગોસ્વામીનું પરિવાર છેલ્લા બે જ મહિનાથી અહીં રહેવા આવ્યું હતું. અને તેમના બે પુત્ર રવિ અને આશિષ, તેમની પત્ની મીનાબેન અને પિતા રામપુરી રહેતા હતા. આજે સવારે બહારથી અચાનક ઘરમાં પ્રવેશતા જ હત્યાની ઘટનાએ તેમને અવાક બનાવી દીધા હતા. જોકે, મહેસાણા પોલીસને આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી. સહીત એફ.એસ.એલ. અને ડોગ સ્કોડની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈને ફરિયાદી પ્રહલાદગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

આમ, મહેસાણા શહેરમાં આજે ધોળે દહાડે બનેલી બે હત્યાના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. અને શું ખરેખર આ હત્યા પાછળ લૂંટ જવાબદાર છે કે, પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: ગુનો, તપાસ, પોલીસ`, મહેસાણા, લૂંટ, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन