ખોટા પ્રમાણપત્રોથી IAS બની બેઠેલા અધિકારીઓ સામે આદિવાસીઓએ બાંયો ચડાવી


Updated: January 23, 2020, 4:16 PM IST
ખોટા પ્રમાણપત્રોથી IAS બની બેઠેલા અધિકારીઓ સામે આદિવાસીઓએ બાંયો ચડાવી
ફાઇલ ફોટો

ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ગુજરાતભરમાંથી આદિવાસીઓ આવી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો

  • Share this:
ગાંધીનગર : આદિવાસી નહીં હોવા છતાં ખોટા આદિવાસી પ્રમાણપત્રો બનાવીને સરકારી નોકરીઓ મેળવી લેનાર ઉમેદવારો સામે આદિવાસીઓએ ગાંધીનગરમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ગુજરાતભરમાંથી આદિવાસીઓ આવી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે અમે છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર સહિત વિવિધ ડિપાર્ટમેન્ટમાં રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ પરિણામ શૂન્ય છે.

આ કારણે ગાંધીનગર આવીને વિરોધ ધરણાં-પ્રદર્શન કરવાની ફરજ પડી રહી છે અમે માત્ર ગાંધીનગરમાં જ નહીં પરંતુ ગુજરાતના 14 જિલ્લાઓમાં આ મુદ્દે વિરોધ અને ધરણાં પ્રદર્શનની લડત છેડી છે. જો આગામી સમયમાં રાજ્ય સરકાર આ મુદ્દાનો નિવેડો નહીં આવે તો આ લડતને ઉગ્ર બનાવવાની ફરજ પડશે. આગામી સમયમાં આ લડત 14 જિલ્લાઓમાં ઉગ્ર બનશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

આ પણ વાંચો - સાબરકાંઠા : ફિલ્મ સ્ટાર રણવીરસિંહ ઈડરની ગલીઓમાં એક્ટિવા પર ફર્યો

આદિવાસીઓનો વિરોધ ઉગ્ર બનાવશે એ દહેશતથી ગાંધીનગર પોલીસ બિરસા મુંડા ભવન ખડકી દેવામાં આવી હતી. પરંતુ આદિવાસીઓએ સંયમ જાળવીને વિરોધ વ્યક્ત પ્રદર્શન કરતા આખરે સ્થાનિક પોલીસ તેઓને ડીટેઇન કર્યા વગર જ રવાના થઇ હતી.

 
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर