Home /News /gujarat /'ન્યૂ ઈન્ડિયા'ની થીમ પર સુરતમાં મેરેથોન દોડનું આયોજન, પીએમ કરશે ફ્લેગ ઓફ

'ન્યૂ ઈન્ડિયા'ની થીમ પર સુરતમાં મેરેથોન દોડનું આયોજન, પીએમ કરશે ફ્લેગ ઓફ

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 25મી ફેબ્રુઆરીએ યોજાનારી નાઇટ મેરેથોન ''રન ફોર ન્યુ ઇન્ડિયા''માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. અને ફ્લેગ ઓફ કરશે. સુરત ફ્યુચર ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા રન ફોર તાપી બાદ ''રન ફોર ન્યુ ઇન્ડિયા'' નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેરેથોનને ફલ્ગ ઓફ કરશે. ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પને સાકાર કરવા માટે ભારતમાં પહેલી વખત જ સુરતમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

રન ફોર ન્યુ ઇન્ડિયાના થીમ પર 25મી ફેબ્રુઆરીએ શહેરમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહીને મેરેથોનમાં ભાગ લેનારાઓને ફ્લેગ ઓફ કરશે. આ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું...જેમાં સમગ્ર માહિતી આપવામાં આવી હતી. સુરત ફ્યુચર ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા '' રન ફોર તાપી '' બાદ ''રન ફોર ન્યુ ઇન્ડિયા'' નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ફ્યુચર ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા તાપી શુદ્ધિકરણ માટે '' રન ફોર તાપી ''નાં આયોજન બાદ ન્યુ ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરવા માટે ભારતમાં પેહલી વાર જ '' રન ફોર ન્યુ ઇન્ડીયા '' નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરવા માટે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રઘુવીર પાર્ટી પ્લોટ પાસેથી ફ્લેગ ઓફ કરી આ મેરેથોન દોડની શરૂઆત કરશે.

આયોજક આર. સી. શાહે જણાવ્યું હતું કે, રન ફોર ન્યુ ઇન્ડિયાની થીમ ઉપર અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનમાં ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. મેરેથોન દોડ તો ભારતમાં યોજાતી રહે છે પરંતુ આ મેરાથોન ખાસ કરીને નવા ભારતની થીમ ઉપર આધારિત છે તેથી જ વડાપ્રધાન દ્વારા આ કાર્યક્રમ માટે હા પાડવામાં આવી છે.

તે ઉપરાંત અન્ય એક આયોજક હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સરકારની અલગ અલગ સ્કીમો લોકો સુધી પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ દોડમાં 1.50 લાખ જેટલા લોકો ભાગ લેશે તે માટે અમારા દ્વારા પુરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ નાઈટ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ સી.એમ વિજય રૂપાણી સહીત સુરતનાં સાંસદ અને ધારાસભ્યો પણ હાજરી આપશે. આ મેરેથોન દોડમાં પ્રચાર પ્રસાર માટે પહેલી વખત જ મુંબઈ, અમદાવાદ, ગુડગાંવ, કોલકત્તા, પુણે, વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, બારડોલી, વ્યારા, વડોદરા જેવા શહેરમાં અલગ-અલગ બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત આ મેરેથોન દોડને એન્ટરટેનમેન્ટ દોડ બનાવવા માટે ખાસ ગુજરાતમાં પહેલી વખત દિલ્હીના પ્રખ્યાત મૂંગફલી પરફોર્મન્સ કરશે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આનંદ પટણી, ન્યૂઝ18 સુરત
First published:

Tags: Marathon, Narenda Modi