Home /News /gujarat /રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ બનાવવાની પ્રક્રિયા શરુ

રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ બનાવવાની પ્રક્રિયા શરુ

હાલમાં રક્ષા શક્તિ સ્કૂલ શરુ કરવા માટે અરજદારો પાસે પુરતી વિગત સાથેની માહિતી મંગાવવામાં આવી રહી છે.

Gujarat Education Department: રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ શરુ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે માટે વર્ષ 2022-23ના બજેટમાં 525 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે. 

અમદાવાદ: રક્ષાશક્તિ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં હવે રક્ષા શક્તિ સ્કૂલ બનાવવાની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં પ્રથમ તબક્કે રાજ્યમાં ભારત સરકારની સૈનિક સ્કૂલની જેમ 10 રક્ષા શક્તિ સ્કૂલ સ્થપાશે. જેમાં બે સ્કૂલવિદ્યાર્થિનીઓ માટે રાખવામાં આવશે.

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને લેખિતમાં જાણકરી છે અને અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સામાજિક ભાગીદારીથી શાળાઓના સંચાલન કરવા ધોરણ 6 થી 12 ના દરેક શાળા કેમ્પસમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા જમીન અને જરુરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે રાજયમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ સ્થાપવાનું નક્કી કરાયું છે. જે પૈકી 2 સ્કૂલ વિદ્યાર્થીનીઓ માટેની હશે.

રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ શરુ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે માટે વર્ષ 2022-23ના બજેટમાં 525 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ સ્કૂલમાં પ્રવેશ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીમાં પણ ટીકીટનો કકળાટ: જાણો વિરોધ થતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું

મહત્વનું છે કે હાલમાં રક્ષા શક્તિ સ્કૂલ શરુ કરવા માટે અરજદારો પાસે પુરતી વિગત સાથેની માહિતી મંગાવવામાં આવી રહી છે. આ માટે એક ફોર્મ પણ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અરજી પત્રકની વિગત શિક્ષણ વિભાગની વેબસાઈટ પર પણ મુકવામા આવી છે. અરજીની સાથે સ્કૂલના મકાન માટે પાણીની સુવિધા, સેનીટેશનની સુવિધા, હોસ્ટેલની સુવિધા છે કે કેમ તે તમામ પ્રકારની વિગતો માંગવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના કેસ: પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા, 5 આરોપી જેલ હવાલે

આસ્કૂલોમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી આગામી ફેબ્રુઆરી-માર્ચમાં જ્યારે એપ્રિલ-2023માં પ્રવેશ પરીક્ષા લેવાશે અને જૂન-2023થી પ્રવેશ થશે. તેવી વિગતો હાલ સામે આવી રહી છે. આ સ્કૂલો માટે વિશિષ્ટ પ્રકારનો અભ્યાસ ક્રમ પણ તૈયાર કરાશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarat Education, Gujarat Education Department, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन