Lockdown સ્થિતિમાં વાહન ચાલકોને વધુમાં વધુ મેમો આપવાનો પોલીસને આદેશે, લોકોમાં રોષ!


Updated: March 27, 2020, 5:39 PM IST
Lockdown સ્થિતિમાં વાહન ચાલકોને વધુમાં વધુ મેમો આપવાનો પોલીસને આદેશે, લોકોમાં રોષ!
પ્રતિકાત્મક તસવીર

ક તરફ લોક ડાઉનના કારણે ધંધા રોજગાર નથી, આ પરિસ્થિતિમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા કે પછી દવા લેવા માટે બહાર નીકળેલા નાગરિકો પાસે થી દંડ વસુલવો જોઈએ નહીં

  • Share this:
અમદાવાદ : એક તરફ સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે તેમ છતાં કેટલાક વાહનચાલકો બિનજરૂરી રીતે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. પોલીસને સમગ્ર અમદાવાદ શહેરમાં પણ લોક ડાઉન કડક અમલ થાય તે માટેની ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે.

તો બીજી તરફ આ કામગીરી સાથે સાથે હવે વાહનચાલકોને ટ્રાફિકના દંડનો મેમો આપવા માટેની પણ આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કેટલાક માં ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

એક તરફ લોક ડાઉનના કારણે ધંધા રોજગાર નથી અને કેટલાક લોકો દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માં પણ કાળો બજાર કરવામાં આવી રહ્યો છે. આવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના બમણા ભાવ ચૂકવવા પડે છે.

લોકોનું માનવું છે કે, આ પરિસ્થિતિમાં પોલીસે પણ લોકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દંડ વસૂલ કરવું જોઈએ નહિ. જે લોકો બિનજરૂરી રીતે બહાર નીકળી રહ્યા છે તેઓની પાસેથી દંડ વસુલ કરવામાં આવે તે વાત વ્યાજબી છે. પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા કે પછી દવા લેવા માટે બહાર નીકળેલા નાગરિકો પાસે થી દંડ વસુલવો જોઈએ નહિ. હાલ પૂરતી આર્થિક પરિસ્થિતિ ધ્યાન માં રાખી ને ટ્રાફિક ના દંડ માં તેઓને રાહત આપવી જોઈએ.
First published: March 27, 2020, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading