Home /News /gujarat /મહીસાગર કરુણાંતિકામાં મોતને ભેટેલા 7 કમનસીબોના નામ સામે આવ્યા, મૃત્યુઆંક વધવાની આશંકા
મહીસાગર કરુણાંતિકામાં મોતને ભેટેલા 7 કમનસીબોના નામ સામે આવ્યા, મૃત્યુઆંક વધવાની આશંકા
10થી વધુ ઇજાગ્રસ્તોને ગોધરા ખાતે લાવવામાં આવ્યા છે
મહીસાગરના લુણાવાડામાં કરુણાંતિકા સર્જાઇ છે જ્યાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. જેના કારણે સાત લોકોના મોત નીપજ્યાના છે. જ્યારે 35થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા.
મહીસાગર: મહીસાગરના લુણાવાડામાં કરુણાંતિકા સર્જાઇ છે જ્યાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. જેના કારણે સાત લોકોના મોત નીપજ્યાના છે. જ્યારે 35થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જઇ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 35 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10થી વધુ ઇજાગ્રસ્તોને ગોધરા ખાતે લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલ ખસેડાયા છે.
અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. જોકે, અચાનક બનેલી આ ઘટનામાં મોતને કારણે પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર