કોરોના વાયરસની દહેશત વચ્ચે હવામાન વિભાગે શું આગાહી કરી? વાંચી લો


Updated: March 22, 2020, 3:55 PM IST
કોરોના વાયરસની દહેશત વચ્ચે હવામાન વિભાગે શું આગાહી કરી? વાંચી લો
આ વંટોળ 48 કલાક એક જ ક્ષેત્ર રહેશે. અંડમાન સાગર અને તેની પાસે આવેલ દક્ષિણ પૂર્વી ખાડી બંગાળ પણ આ વંટોળની અસર જોવા મળશે અને પછી આ ચક્રવાત ઝડપી બની શકે છે તેવી પણ જાણકારી આપી. જેના પ્રભાવ અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ પર ભારે વરસાદ સાથે થશે.

કોરોનાના કહેર વચ્ચે અને ઉનાળાની શરુઆતમાં કમોસી વરસાદની આગાહીએ ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે.

  • Share this:
કોરોનાના કહેર વચ્ચે અને ઉનાળાની શરુઆતમાં કમોસી વરસાદની આગાહીએ ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે. સાક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 24 થી 26 માર્ચના ગુજરાતમાં વાદળ છાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

જોકે ઉનાળાની શરુઆત પહેલી માર્ચથી થઈ ગઈ છે. તેમ છતા પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થતો નથી. કારણ કે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જેના કારણે તાપમાન વધી અને ઘટી રહ્યુ છે. પરંતુ 24 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે, એટલુ નહી સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

તો 25 અને 26 માર્ચના તો થંડર સ્ટોર્મ અને ભારે ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે, અને કમોસમી વરસાદની આગાહીએ ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે. દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, આણંદ, ખેડ઼ા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં થંડર સ્ટોમ સાથે ભારે પવન ફુંકાશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

કમોસમી વરસાદ થશે તો, ખેડુતોને મોટુ નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. કારણ કે કેરીનો પાક તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે હવામાન વિભાગની આગાહીએ ખેડુતોની ચિંતા વધારી દિધી છે.

અત્યારે પણ બે ઋતુઓનો અહેસાસ થય રહ્યો છે. કારણ કે રાતે તાપમાન નીચુ હોવાના કારણે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ 24 માર્ચથી વાતાવરણમાં પલટો આવવાના કારણે એક દિવસમાં ત્રણ ઋતુઓનો અહેસાસ થશે.
First published: March 22, 2020, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading