Home /News /gujarat /રાજકોટ અજીબો-ગરીબ કિસ્સો : પ્રેમના ત્રિકોણીય જંગમાં ખેલાયો ખૂની ખેલ, એક ફૂલ દો માલી!

રાજકોટ અજીબો-ગરીબ કિસ્સો : પ્રેમના ત્રિકોણીય જંગમાં ખેલાયો ખૂની ખેલ, એક ફૂલ દો માલી!

Crime News : રાજકોટમાં (Rajkot) પાંચ વર્ષની દીકરી પિતા વિહોણી બની છે. જ્યારે કે કોમલ માત્ર બે જ દિવસનું દાંપત્ય જીવન ભોગવીને વિધવા બની હોવાનું સામે આપ્યું છે.

Crime News : રાજકોટમાં (Rajkot) પાંચ વર્ષની દીકરી પિતા વિહોણી બની છે. જ્યારે કે કોમલ માત્ર બે જ દિવસનું દાંપત્ય જીવન ભોગવીને વિધવા બની હોવાનું સામે આપ્યું છે.

રાજકોટ : જિલ્લાના જસદણ (Jasdan) પંથકમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પૂર્વે યુવતી સાથે લગ્ન કર્યા હતા તે જ યુવતીના પ્રેમી દ્વારા યુવતીના પતિની હત્યા (Lover Murder) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હજુ તો દુલ્હનના હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો. ત્યાં જ પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને વિધવા બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કમલેશના અગાઉ લગ્ન થયા હતા સંતાનમાં તેને પાંચ વર્ષની દીકરી પણ છે. વડીયા ખાતે મૃતકની જ જ્ઞાતિના અને નજીકના સગા વાલા ની દીકરી કોમલ સાથે મૃતકની આંખ મળી ગઈ હતી. બંનેને સાથે રહેવું હોય જેના કારણે કમલેશે તેની પ્રથમ પત્નીને બે મહિના અગાઉ જ છૂટાછેડા આપ્યા હતા. ત્યારે 15 મી ઓગસ્ટના રોજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ કોમલ સાથે કમલેશે બીજા લગ્ન કરી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. ત્યારે બીજી તરફ કોમલ ને વડીયા ખાતે જ રહેતા અન્ય યુવક યશવંત અશ્વિનભાઈ મકવાણા સાથે પણ પ્રેમ સંબંધ હતો.

કોમલ પોતાને છોડી કમલેશ સાથે ઘર સંસાર માંડી દેતા પ્રેમી યશવંત આ બાબત કોઈ કાળે સહી ન શકતા કોમલના ભરથારની હત્યા કરવાનું તેને કાવતરું રચ્યું હતું. જસદણ વાસાવડ રોડ પર આવેલ પ્રતાપપુર ગામે કમલેશ ચાવડા તેના ઘરે સૂતો હતો. અંદાજિત બાર વાગ્યા આસપાસ કમલેશ બાથરૂમની બહાર નીકળતા અગાઉ સંતાઈને બેઠેલા યશવંત મકવાણા એ આડેધડ છરીના ઘા ઝીંકી કમલેશનું મૃત્યુ નીપજાવ્યું હતું.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે કમલેશના બનેવી સહિત અમુક મહેમાનો દૂર ફળિયામાં જ સુતા હતા. સમગ્ર મામલે તેઓ બચાવવા દોડી આવે તે પૂર્વે જ યશવંતે છાતીના ભાગે હૃદય ઉપર મારેલ છરીનો ઘા જીવલેણ સાબિત થયો હતો. કમલેશ નું મૃત્યુ થતાં પાંચ વર્ષની દીકરી પિતા વિહોણી બની છે. જ્યારે કે કોમલ માત્ર બે જ દિવસનું દાંપત્ય જીવન ભોગવીને વિધવા બની હોવાનું સામે આપ્યું છે.

આ પણ વાંચોરક્ષાબંધનના બે દિવસમાં જ હચમચાવતી ઘટના, પાંચ ભાઈઓએ ભેગા થઈ બહેન અને તેના પ્રેમીની કરી હત્યા

સમગ્ર મામલાની જાણ આટકોટ પોલીસને થતા આટકોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, તેમજ મૃતદેને જસદણ સિવિલ હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે.
Published by:Kiran Mehta
First published:

Tags: Crime news, Love affair, Rajkot News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો