Home /News /gujarat /Gujarat Election 2022: ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા, આવતીકાલે જાહેર થશે ઉમેદવારોની યાદી

Gujarat Election 2022: ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા, આવતીકાલે જાહેર થશે ઉમેદવારોની યાદી

ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150ના ટાર્ગેટને સિધ્ધ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે બે દિવસથી દિલ્હીમાં ધામા નાંખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શોર્ટ લિસ્ટેડ યાદી પર મંજૂરીની મહોર લાગ્યા બાદ આજે આ નેતાઓના નામોની યાદી જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ ...
ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150ના ટાર્ગેટને સિધ્ધ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે બે દિવસથી દિલ્હીમાં ધામા નાંખ્યા છે. બે દિવસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ફાઇનલ ઉમેદવારના નામોની યાદી પર મહામંથન ચાલી રહ્યું છે. આજની બેઠકમાં કેટલાક નામો પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે, તો કેટલાકના સિતારા ચમકી શકે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર શોર્ટ લિસ્ટેડ યાદી પર મંજૂરીની મહોર લાગ્યા બાદ આજે આ નેતાઓના નામોની યાદી જાહેર કરવામાં આવશે.

દરમિયાન ઉમેદવારોની શોર્ટ લિસ્ટ યાદી તૈયાર!


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિલ્હી ખાતેના નિવાસ્થાને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બે દિવસની મેરેથોન બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન ઉમેદવારોની શોર્ટ લિસ્ટ યાદી તૈયાર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક કમલમ દિલ્હી ખાતે મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના આગેવાનો હાજરીમાં તમામ બેઠકો પર નક્કી થયેલા નામોનું તબક્કા વાર મનોમંથન કરવામાં આવશે.

આ પણ વાંચો: અંબાજીમાં ઘન કચરાના નિકાલનો પ્રશ્ન માથાના દુ:ખાવા સમાન

ભાજપમાં સર્જાશે કભી ખુશી કભી ગમનો માહોલ


આગામી બેથી ત્રણ દિવસ કેટલાક ઉમેદવારો માટે મહત્વના બનવાના છે. ટિકિટની જાહેરાત સાથે જ કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાઈ શકે છે. વર્તમાન મંત્રીમંડળમાંથી પણ કેટલાક મંત્રીઓને ટિકિટથી બાકાત કરવામાં આવશે તો કેટલાકના સિતારા બુલંદ બની રહેશે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનાર ધારાસભ્યોને અગાઉથી જ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટિકિટ આપવાનું અને જીતાડવા માટેનું કમિટમેન્ટ કરી દેવાયું છે. તેમાં ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ, વિસાવદરના હર્ષદ રિબડિયા, સાણંદના કનુ પટેલ, સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુત, ભિલોડામાં કેવલ જોષીયારા, છોટાઉદેપુરમાં મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા અને તાલાળાથી ભગા બારડના નામ નિશ્ચિત મનાઇ રહ્યા છે.

આ નેતાઓને ટિકિટ મળી શકે છે!

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાજપ આ નેતાઓને અહીંથી ટિકિટ આપી શકે છે. જેમાં ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ટિકિટ મળી શકે છે. હર્ષ સંઘવીને મજુરા બેઠક પરથી, હૃષીકેશ પટેલને વિસનગર બેઠક પરથી, કનુભાઈ દેસાઈને પારડી બેઠક પરથી, અર્જુન સિંહ ચૌહાણને મહેમદાવાદ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. આ સાથે જ કિરીટસિંહ રાણાને લીમડી બેઠક પરથી, જીતુ વાઘાણીને ભાવનગર પશ્ચિમ બેઠક પરથી, જગદીશ પંચાલને નિકોલ બેઠક પરથી, અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી અને બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુર બેઠર પરથી ટિકિટ મળે શકે છે. આ સાથે રાઘવજી પટેલને પણ ટિકિટ મળી શકે છે, તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.


આજે યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના


વર્તમાન મંત્રી મંડળમાંથી હાલ નિશ્ચિત માનવામાં આવતા નામોની યાદીમા ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુભાઈ વાઘાણી, જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલ, જીતુભાઈ ચૌધરી, મનીષા વકીલ અને નિમિષા સુથારનો સમાવેશ કરવામાં આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતાઓના નામોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે જેની જાહેરાત આજે થઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ દરમિયાન ભાજપના નેતાઓમાં ગડમથલ ચાલી રહી છે છે કે, કોને ટિકિટ મળે છે અને કોનું પત્તુ કપાઈ શકે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: BJP Candidate, BJP candidates, ગુજરાત વિધાનસભા ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन