લોકેશ રાહુલે આઇપીએલની 11મી સીઝનમાં દિલ્હી સામે આઇપીએલની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં રાહુલે 6 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહેલા ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલનો 18 એપ્રિલના રોજ જન્મદિવસ હતો.
કેએલ રાહુલનું આખુ નામ કન્નૂર લોકેશ રાહુલ છે. વાસ્તવમાં તેના પિતા સુનીલ ગાવસ્કરના ખૂબ મોટા ફેન હતા. તે ગાવસ્કરના દીકરાના રોહનના નામ પરથી પોતાના દીકરાનું નામ રાખવા માંગતા હતા. પરંતુ કોઇએ તેમને ખોટી માહિતી આપી હતી કે ગાવસ્કરના દીકરાનું નામ રાહુલ છે અને તેમણે પોતાના દીકરાનું નામ રાહુલ રાખી દીધું. બાદમાં જાણવા મળ્યું કે ગાવસ્કરના દીકરાનું નામ રોહન ગાવસ્કર છે.
રાહુલના પિતા કે.એન લોકેશ NITK, Surathkal માં સિવિલ એન્જિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હેડ છે. લોકેશની માતા રાજેશ્વરી પણ મેગ્લોર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. લોકેશે કોમર્સમાં ગેજ્યુએશન કર્યું છે. લોકેશ રાહુલે 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. લોકેશ રાહુલનો રોલ મોડલ રાહુલ દ્રવિડ છે. લોકેશ રાહુલ વન-ડેમાં પ્રથમ મેચમાં સદી ફટકાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેણે ઝીમ્બાબ્વે સામે જૂન 2016માં પ્રથમ મેચ રમી હતી.
લોકેશ રાહુલ પોતાની આક્રમક ઇનિંગની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તેની ગર્લફ્રેન્ડનું નામ એલિક્જિર નાહર છે. લોકેશ અને નાહરની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છે. રાહુલની આ ગર્લફ્રેન્ડ તેના જ શહેર બેંગલોરમાં રહે છે અને મોડલિંગ કરી ચુકી છે.
નાહર ટીવી એન્કર પણ છે. તે એક ટીવી ચેનલમાં સ્પોર્ટ્સ એન્કર તરીકે જોડાયેલી છે. એટલું જ નહી પરંતુ તે ફાઇવ સ્ટાર હોટલમાં માર્કેટિંગ એસોસિએટ પણ રહી ચૂકી છે. નાહર કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઓપન લેટર લખવાને લઇને ચર્ચામા આવી હતી.
નાહરે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી જર્નાલિઝમ, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. નાહર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર