Home /News /gujarat /

રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં 5 ઇંચ વરસાદ, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં 5 ઇંચ વરસાદ, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 8 વાગ્યા સુધી વલસાડમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

આજે સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 8 વાગ્યા સુધી વલસાડમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

    અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 8 વાગ્યા સુધી વલસાડમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જે બાદ કપરાડામાં 4 ઇંચ, ચિખલીમાં લગભગ પોણા ચાર ઇંચ, ખેરગામમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ બાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં અઢી ઇંચ, તલાલામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વઘઇમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

    અહીં જુઓ કયા કેટલો પડ્યો વરસાદ...

    છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં ભારે વરસાદ (Gujarat rain forecast) વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 50 ટકા વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. 24 કલાક બાદ રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

    અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)એ જણાવ્યં હતું કે, "આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રિઝનમાં વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભવના છે. ફક્ત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. કોઈ વિસ્તરામાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના નથી. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ વરસાદની પ્રવૃત્તિમાં ક્રમશ ઘટાડો થશે. ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ઘટશે."

    બીજી બાજુ, રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બે જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે. તેમજ ૨૭ એસડીઆરએફની પ્લાટુન ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની 1 પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ઓડિશાથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ પાંચ ટીમો મંગાવવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક, અને મુંબઈ એમ પાંચ જગ્યાએ એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat rain, Gujarat rain forecast, Rain fall

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन