સરકારની બે મહત્વની જાહેરાત, રાજ્યની તમામ બોર્ડર સીલ, 6 જીલ્લા 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ રહેશે


Updated: March 23, 2020, 4:15 PM IST
સરકારની બે મહત્વની જાહેરાત, રાજ્યની તમામ બોર્ડર સીલ, 6 જીલ્લા 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ રહેશે
દૂધ, શાકભાજી, કરીયાણાની દુકાન તથા મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે.

દૂધ, શાકભાજી, કરીયાણાની દુકાન તથા મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે.

  • Share this:
ગુજરાત સરકારે કોરોના વાયરસની સાવચેતી માટે વધુ બે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્ય સરકારે રાજસ્થાનની જેમ ગુજરાતની તમામ બોર્ડર સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય રાજ્ય સરકારે 6 જિલ્લા સંપૂર્ણ બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં કોરોના પોઝેટિવના અત્યાર સુધીમાં 18 કેસ સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય નહી તે માટે રાજ્ય સરકારે વધુ બે કડક નિર્ણની જાહેરાત કરી છે. જેમાં રાજ્યને જોડતી તમામ સરહદ પર વાહનની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે રાજ્યની તમામ આંતરરાજ્ય સરહદ સીલ કરવામાં આવી છે.

સરકારે આ જેહારાત કરતા કહ્યું કે, પ્રાઈવેટ વાહનો, ટેક્સી, પેસેન્જર વાહનો 31 માર્ચ સુધી અવર જવર નહી કરી શકે એટલે કે, જે લોકો જ્યાં હોય ત્યાં જ રહેશે બીજા રાજ્યમાં કોઈ જઈ નહી શકે અને ત્યાંથી કોઈ ગુજરાતમાં આવી નહીં શકે. સરકારે એ પણ જણાવ્યું કે, માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓની હેર-ફેર કરતા જ વાહનો તથા કોરોના વાયરસની સેવામાં જોડાયેલા વાહનો જ માત્ર અવર-જવર કરી શકશે.

આ સિવાય રાજ્ય સરકારે બીજો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના 6 શહેરોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે. સરકાર તરફથી કહેવામાં આ્યું કે, રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 31 માર્ચ સુધી લોકડાઉન એટલે કે સંપૂર્ણ બંધ રખાશે. સાથે સરકારે એ પણ કહ્યું છે કે, આ શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, દૂધ, શાકભાજી, કરીયાણાની દુકાન તથા મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે. તમામ પ્રાઈવેટ ઓફિસો તથા અન્ય દુકાનો, ફેક્ટરીઓ 31 માર્ચ સુધી લોક ડાઉન રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની દહેશતના કારણે રાજ્ય સરકારે આ કડક નિર્ણય લેવો પડ્યો છે. સરકારે કહ્યું છે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, જે લોકો હોમ કોરોન્ટાઈન છે તેઓએ ઘરની બહારજરા પણ ન નીકળવું સાથે કોઈની સાથે સંપર્ક ન કરવો, જે તે લોકો આ પ્રકારનું કોઈ પણ પગલું ભરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા ભરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर