ખેડૂતો અને ઓઇલ મિલરો માટે સારા સમાચાર, પામતેલ પર લગામ - સ્થાનિક તેલની માંગ વધશે


Updated: January 10, 2020, 4:49 PM IST
ખેડૂતો અને ઓઇલ મિલરો માટે સારા સમાચાર, પામતેલ પર લગામ - સ્થાનિક તેલની માંગ વધશે
અત્યાર સુઘી આયાતકાર ગમે તેટલા પામતેલની આયાત કરી શક્તા હતા હવે સરકારે આ બાબતે મર્યાદાઓ નક્કી કરી

અત્યાર સુઘી આયાતકાર ગમે તેટલા પામતેલની આયાત કરી શક્તા હતા હવે સરકારે આ બાબતે મર્યાદાઓ નક્કી કરી

  • Share this:
સૌરાષ્ટ્ર ઓઇલમીલ એસોસિએશન અને દેશના ઓઇલ એસોસિએશનો દ્રારા કેન્દ્ર સરકારને અનેકવાર રજુઆતો કરવામા આવી હતી કે, પામલેતની આયાતો ધટાડવામા આવે તો જ સ્થાનીક તેલની માંગમા વઘારો થશે.

તાજેતરમા કેન્દ્રીય વાણીજ્યમંત્રી પીયુશ ગોયલ દ્રારા મહત્વપુણૅ નીણૅય લેવામા આવ્યો છે તેને સૌરાષ્ટ્ર ઓઇલમીલ એસોસિએશનના પ્રમુખે આવકારીને અભીનંદનનો પત્ર લખ્યો છે. અત્યાર સુઘી આયાતકાર ગમે તેટલા પામતેલની આયાત કરી શક્તા હતા હવે સરકારે આ બાબતે મર્યાદાઓ નક્કી કરી છે.

આપણા દેશમા પહેલા 165 લાખ ટન ગત વષૅ આયાત કરવામા આવી હતી. ચાલુ વષૅ 120 લાખટન આયાત થશે. પામતેલીની મર્યાદીત આયાત થતા દેશમા સ્થાનીક તેલોની માંગમા વઘારો થશે. ભારતમાં મલેશીયા અને ઇન્ડોનેશિયામાંથી પામોલિનની આયાત થઇ રહી છે.

સૌમાના પ્રમુખનુ કહેવુ છે કે, દેશમા 45 થી 50 ટકા જેટલુ પામોલીન તેલ ખવાય છે. પોમાલીન તેલ અન્ય તેલ કરતા સસ્તુ હોય છે તેના કારણે તેનો વપરાશ લોકો વધુ કરે છે. મોટા ભાગની હોટેલ અને ફરસાણમા પોમાલીન તેલ વપરાય છે. જો કે પામતેલ આરોગ્ય માટે પણ ખુબ જ હાનીકારાક છે.

કેન્દ્ર સરકારના આ નીણૅયથી દેશના ખેડુતોને સીઘો જ ફાયદો થશે. ઓઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉઘોગને પણ ફાયદો થશે. દેશમા કપાસ, મગફળી, સનફલાવર અને તલના ખેડુતોને સારા ભાવ નથી મળતા તેના પાછળનુ સૌથી કોઇ મોટુ કારણે પામતેલની બેફામ આયાત હતી.

સોમાના પ્રમુખનો દોવા છે કે, વપરાશ કરતા પણ આયાતકારો દોઢ ઘણુ તેલ મંગાવતા હતા, હવે એ નહી થઇ શકે. તો સૌથી મોટા ફાયદો દેશના નાગરીકોને થશે. પામતેલ આરોગ્ય માાટે હાનીકારક છે એટલે લોકોએ સ્થાનીક તેલ ખાવા જોઇએ. સ્થાનિક તેલ ખાવાથી આરોગ્યની સાથે સાથે દેશને પણ ફાયદો થશે.
First published: January 10, 2020, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading