Nirbhaya Case: ફાંસી ઘરમાં જમીન પર સૂઈ ગયા ચારેય દોષી, વાંચો અંતિમ ક્ષણોની સમગ્ર કહાણી

News18 Gujarati
Updated: March 20, 2020, 9:38 AM IST
Nirbhaya Case: ફાંસી ઘરમાં જમીન પર સૂઈ ગયા ચારેય દોષી, વાંચો અંતિમ ક્ષણોની સમગ્ર કહાણી
ફાંસી ઘરમાં લઈ જતાં જ ચારેય નિર્ભયાના દોષિતો રડતાં-રડતાં માફી માંગવા લાવ્યા

ફાંસી ઘરમાં લઈ જતાં જ ચારેય નિર્ભયાના દોષિતો રડતાં-રડતાં માફી માંગવા લાવ્યા

  • Share this:
નવી દિલ્હીઃ સાત વર્ષ સુધી રાહ જોયા બાદ નિર્ભયા (Nirbhaya)ના ચારેય દોષિતોને ફાંસી (hanged)  આપવામાં આવી છે. પવન ગુપ્તા વિનય શર્મા, મુકેશ સિંહ અને અક્ષયકુમાર સિંહને શુક્રવારની સવારે સાડા પાંચ વાગ્યે તિહાડ જેલ (Tihar Jail)માં ફાંસી  આપવામાં આવી. આવો નજર નાખીએ કે ફાંસીના થોડાક સમય પ્હેલા જેલમાં શું થયું હતું...

તે અંતિમ ક્ષણો

સૂત્રો મુજબ, સવારે સવા ત્રણ વાગ્યે તેમને સજાડવામાં આવ્યા. જોકે કહેવામાં આવી રહ્યું છે કે ચારેય આખી રાત ઊંઘી નહોતા શક્યા. સવારે લગભગ સાડા ચાર વાગ્યે તેમને ચા આપવામાં આવી. પરંતુ આ બધાએ ચા પીવાનો ઇન્કાર કરી દીધો. ચારેયે નાસ્તો કરવાનો પણ ઇન્કાર કરી દીધો. ત્યારબાદ જલ્લાદે ચારેયને કાળા રંગનો પોશાક પહેરાવ્યો. આ દરિમયાન ચારેયના હાથ પાછળ બાંધી દેવામાં આવ્યા. આ દરમિયાન બે દોષિતોએ હાથ બાંધવાનો ઇન્કાર કરી દીધો પરંતુ બાદમાં પોલીસકર્મીઓની મદદથી તેમના હાથ બાંધવામાં આવ્યા.

આ પણ વાંચો, Nirbhaya Case: ચારેય દોષિતોને તિહાડ જેલમાં ફાંસી અપાઈ, ડૉક્ટરોએ મોતની પુષ્ટિ કરી

દોષી માફી માંગવા લાગ્યો

ફાંસી ઘરમાં પહોંચતા જ ચારેય દોષિતો જમીન પર સૂઈ ગયા. તેઓ રડવા લાગ્યા અને માફી માંગવાની વાત કહેવા લાગ્યા. બાદમાં જેલ અધિકારીઓની મદદથી તેમને આગળ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ જલ્લાદે ચારેયના ગળામાં દોરડાની ગાંઠને સતર્કતાથી બાંધી દીધી. જ્યારે જેલ સુપ્રિટેન્ડન્ટે ઈશારો કર્યો તો જલ્લાદે લિવર ખેંચી દીધું. બે કલાક બાદ ડૉકટરે આ ચારેયને મૃત જાહેર કરી દીધા.આ પણ વાંચો, ફાંસી ઘરમાં આ વાત કહેવા માંગતો હતો પવન જલ્લાદ, પરંતુ આ કારણે ચૂપ રહ્યો

શું છે નિયમ?

સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ, ફાંસી બાંદ શબનું પોસ્ટમોર્ટમ જરૂરી હોય છે. ત્યારબાદ શબને પરિજનોને સોંપી દેવું કે નહીં તે જેલ સુપ્રિટેન્ડન્ટ નક્કી કરે છે. જો જેલ સુપ્રિટેન્ડન્ટને લાગે છે કે શબનો ખોટો ઉપયોગ થઈ શકે છે તો તેઓ પિરજનોને શબ આપવાનો ઇન્કાર કરી શકે છે.

આ પણ વાંચો, નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ

 

 
First published: March 20, 2020, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading