Home /News /gujarat /

ગુજરાતમાં પોલીસે હત્યાના ગુનામાં માત્ર 36 કલાકમાં આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કર્યાની પ્રથમ ઘટના

ગુજરાતમાં પોલીસે હત્યાના ગુનામાં માત્ર 36 કલાકમાં આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કર્યાની પ્રથમ ઘટના

ગામમાં ડાકણનો વહેમ રાખી ઝગડો કરતાં સ્વજનોને અટકાવવા મધ્યસ્થી બનેલા યુવકને આખરે મોતની સજા મળી હતી.

Godhra Murder case: મૃતક છગનભાઇના બાળપણમાં માં બાપની છત્રછાયા ગુમાવ્યા બાદ આખરે હવે સ્વજનોના જ હાથે મોત મળ્યું હતું. સવાપુરા ગામના છગનભાઇ રાઠવાની કરમ કહાની ખૂબ જ હૃદયસ્પર્શી કહીં શકાય એવી છે.

  રાજેશ જોષી, ગોધરા: ઘોઘંબાના સવાપુરા ગામમાં ડાકણનો વહેમ રાખી ઝગડો કરતાં સ્વજનોને અટકાવવા મધ્યસ્થી બનેલા યુવકને આખરે મોતની સજા મળી હતી. આ ઘટના અંગે રાજગઢ પોલીસે એક જ પરિવારના ચાર સભ્યો પિતા-પુત્ર અને માતા-પુત્રી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યાના આ બનાવ અંગે રાજગઢ પોલીસે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન કવીક એકશન ફોર્મ્યુલા અપનાવી હતી અને જેમાં સફળતા પણ મળી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધાયા બાદ પોલીસે વિવિધ ટીમોની રચના કરી 36 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવાથી માંડી 20 જેટલા સાંયોગિક પુરાવા, પેનલ પીએમ અને તેનો રિપોર્ટ, એફએસએલ સહિતની જટિલ કહી શકાય એવી કામગીરી પૂર્ણ કરી ચાર્જશીટ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પણ તાત્કાલિક ક્રિમિનલ કેસ નંબર એન્ટ્રી કરી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હત્યાના ગુનામાં 36 જ કલાકમાં ચાર્જશીટ થવાની ગુજરાત પોલીસમાં આ પ્રથમ ઘટના છે. રાજગઢ પોલીસ ટીમની સફળ કામગીરીને ડીઆઇજી, ડીએસપી, ડીવાયએસપીએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

  દશ દિવસ અગાઉ ઘોઘંબા તાલુકાના સવાપુરા ગામમાં રહેતાં છગનભાઇના  નાનાભાઇ ની પત્નીને તેના કાકા જાલુભાઈ રાઠવા અને પરિવારજનોએ ડાકણ હોવાના આક્ષેપ કર્યા હતા. જે બાબતે કાકા ભત્રીજા વચ્ચે આંતરિક ઝઘડો થયો હતો. જેનાબાદ આ ઝગડા બાબતે તમામ સભ્યો એક જ કુટુંબના હોવાથી સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઝગડા દરમિયાન છગનભાઈએ ડાકણના વહેમ અંગેના આક્ષેપોને ફગાવી ડાકણ જેવું કંઈ હોતું જ નથી એમ જણાવી ઝગડાનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો. જેની સાથે તેના કાકી  રૂજલીબેન જાલુભાઇ નાનજીભાઇ રાઠવા, કાકા જાલુભાઇ નાનજીભાઇ રાઠવા, કાકાનો પુત્ર નરવતભાઇ જાલુભાઇ રાઠવા અને કાકાની પુત્રી મીનાબેન ઉર્ફે સંગી જાલુભાઇ રાઠવાએ છગનભાઇ બાલુભાઇ રાઠવાને તેના ખેતરમાં સુવડાવી  હથોડી, દાંતરડું અને લાકડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગે મૃતકના ભાઈએ રાજગઢ પોલીસ મથકે પોતાના કાકા અને તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી રાજગઢ પીએસઆઇ આર.આર ગોહિલ અને ટીમે મૃતકનું ઘોઘંબા રેફરલ હોસ્પીટલ ખાતે પેનલ ડૉકટરથી પીએમ કરાવી અલગ-અલગ ટીમો બનાવી મૃતકના કપડા, ગુન્હાવાળી જગ્યાનુ પંચનામુ, નિવેદનો લેવા ઉપરાંત આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી ગણતરીના કલાકોમાં જ આટોપી લીધી હતી.

  આ પણ વાંચો- કરુણ ઘટના! અમરેલીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં એક સાથે પાંચ કિશોરના ડૂબી જતાં મોત, પરિવારમાં ભારે આક્રંદ

  આ ઉપરાંત તમામ આરોપીઓનું  મેડીકલ પરીક્ષણ  કરાવી, હત્યામાં ઉપયોગ લેવાયેલા હથિયાર કબ્જે લેવા, સ્થળ ઉપર એફ.એસ.એલ પરીક્ષણ,સ્થળ નકશો, સમય મર્યાદામા પી.એમ. નોટ મેળવી કુલ 20 આર્ટીકલો કબ્જે લઈ  એફ.એસ.એલ કચેરી વડોદરા ખાતે મોકલી આપ્યા હતા. આમ તમામ સાંયોગીક દસ્તાવેજી અને  મૌખીક પુરાવા સહિતની કામગીરી માત્ર 36 (છત્રીસ) કલાકમાં જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલના માર્ગદર્શન અને હાલોલ ડીવાયએસપી એચ.એ.રાઠોડના સુપરવીઝન હેઠળ એકત્રીત કરી ડ્રાફટ ચાર્જશીટ હાલોલ ડીવાયએસપી સમક્ષ રજુ કરવામાં આવી હતી. જે એપ્રુવ્ડ કરવામાં આવતા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ભરી ચાર્જશીટ સાથે આરોપીઓને  ઘોઘંબા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

  આ દરમિયાન કોર્ટે ચારેય આરોપીઓને  ગોઘરા સબજેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. રાજગઢ પોલીસે અન્ય સંલગ્ન વિભાગની મદદથી આરોપીઓને વઘુમા વધુ સજા થાય એવા સજ્જડ પુરાવા એકત્રિત કરી માત્ર 36 જ કલાકમાં  હત્યાના ગંભીર ગુનામાં  ચાર્જશીટ કરી ગુજરાતમાં સૌ પ્રથમવાર ઝડપી ચાર્જશીટ કરવાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે.

  આ પણ વાંચો- 'મારા જીવનનો દાખલો જુઓ હું વગર કોમ્પિટિશને આ જગ્યાએ છું' : CMએ આવું કેમ કહ્યું?

  મૃતક છગનભાઇના બાળપણમાં માં બાપની છત્રછાયા ગુમાવ્યા બાદ આખરે હવે સ્વજનોના જ હાથે મોત મળ્યું હતું. સવાપુરા ગામના છગનભાઇ રાઠવાની કરમ કહાની ખૂબ જ હૃદયસ્પર્શી કહીં શકાય એવી છે. છગનભાઇના પિતાનું તેઓના બાળપણ ટાણે જ નિધન થયું હતું. દરમિયાન માતા તેઓને મૂકી અન્ય સાથે જીદંગી વસાવી લીધી હતી. જેથી બાળપણમાં જ છગનભાઇ તેઓનો નાનો ભાઈ બંને કાકાના ત્યાં જ ઉછરી મોટા થયા હતા. બીજી તરફ છગનભાઇના 30 વર્ષની વય થઈ હોવા છતાં લગ્ન કર્યા નોહતા. તેઓના નાનાભાઈએ લગ્ન કરી લીધા હોવાથી છગનભાઇને નાનાભાઈ અને ભાભીનો આશરો મળી ગયો હતો. આમ જે ભાભીના હાથે રાધેલું છગનભાઇ રોજ જમતાં હતા એજ ભાભી સામે ડાકણનો વ્હેમ રાખી પોતાના સગા કાકાના પરિવારે ઝગડો કરતાં છગનભાઇએ જાગૃતિ દાખવી ડાકણ જેવું કંઈ જ નહિં હોવાનું જણાવતાં આખરે મોત મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે છગનભાઇના પિતાનું બાળપણમાં નિધન થયા બાદ એક કાકાએ બંને ભાઈઓને આશરો આપી મોટા કર્યા અને બીજા કાકાએ છગનભાઇને મોતને ઘાટ ઉતારી દીધા. એ પણ અલ્પ શિક્ષણ અને અજ્ઞાનતાના ઓછાયા હેઠળ.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Godhara, Godhara Crime, Godhara News, Gujarat police, Murder case

  આગામી સમાચાર