Home /News /gujarat /Gujarat Election: બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે વોટર્સને કરી ખાસ અપીલ

Gujarat Election: બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે વોટર્સને કરી ખાસ અપીલ

1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું.

Gujarat Elections: કમિશને જણાવ્યું હતું કે, "1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના પણ શહેરી ઉદાસીનતાનું સમાન વલણ દર્શાવ્યું છે. જેના કારણે પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે."

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યે શાંત થઇ ગયો છે. ગુજરાતમાં 5 નવેમ્બરે મતદાન થશે જેના પરિણામો હિમાચલની ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે આવશે. રાજ્યમાં મતદાનના પ્રથમ તબક્કામાં નિરાશાજનક મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે શનિવારે મતદાનના બીજા તબક્કાના મતદાન પહેલાં મતદારોને ખાસ અપીલ જારી કરી છે, તેમને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. ખાસ કરીને શહેરી મતદારોને.

    1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું, જે ગત સમય કરતાં ઓછું હતું. છેલ્લી વખત 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.75 ટકા મતદાન થયું હતું. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,'ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરત, રાજકોટ અને જામનગરમાં રાજ્યની સરેરાશ 63.3 ટકા કરતાં ઓછું મતદાન થયું હતું.'

    ઘણા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી હતી પરંતુ શહેરી ઉદાસીનતાને કારણે આ મહત્ત્વના જિલ્લાઓમાં સરેરાશ મતદાનના આંકડામાં ઘટાડો થયો હતો. કમિશને જણાવ્યું હતું કે સૌથી ઓછું મતદાન તાજેતરની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સિમલાના શહેરી વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયું હતું. 62.53 ટકા જ્યારે રાજ્યનું સરેરાશ મતદાન 75.6 ટકા હતું.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની, પાટીદારોના હાથમાં સત્તાની ચાવી

    કમિશને જણાવ્યું હતું કે, "1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના પણ શહેરી ઉદાસીનતાનું સમાન વલણ દર્શાવ્યું છે. જેના કારણે પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે."

    તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. જેમાં 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં પોતાનું નસીબ અજમાવી રહેલા અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયામાંથી), પાટીદાર નેતા હાર્દિક પટેલ (વિરમગામથી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) નેતા અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણમાંથી)નો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: ધાનેરામાં અપક્ષ ઉમેદવારની રેલીમાં માનવ મહેરામણ ઉમટ્યું,કોગ્રેસ-ભાજપની ઊંઘ હરામ

    આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. બીજા તબક્કાની 93 બેઠકો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી છે. આ વિધાનસભા ક્ષેત્રોમાં 2.54 કરોડ નોંધાયેલા મતદારો છે. જેઓ રાજ્યના 26,409 મતદાન મથકો પર મતદાન કરશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections

    विज्ञापन
    विज्ञापन