ગુજરાતમાં ઠંડી હજુ વધશે! ડીસામાં ઠંડીએ 10 વર્ષેનો રેકોર્ડ તોડ્યો

ડીસામાં ઠંડીએ 10 વર્ષેનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતમાં શિયાળાની સિઝનમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે, અને અન્ય શહેર કરતા નલિયાનુ તાપમાન નીચુ નોંધાય છે. ત્યારે નલિયાનુ લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી નોંધાયુ છે

  • Share this:
રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ડીસા, ભુજ અને નલિયામાં રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. જેમાં ડીસાના લઘુતમ તાપમાને 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નીચુ ગયુ નથી. એટલે કે 10 વર્ષમાં પહેલી વખત ડીસાનુ લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયુ છે. તો ભુજના લઘુતમ તાપમાને 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભુજમાં પાંચ વર્ષ પહેલા 7.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ ત્યાર બાદ ચાલુ વર્ષે 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જોકે સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની સિઝનમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે, અને અન્ય શહેર કરતા નલિયાનુ તાપમાન નીચુ નોંધાય છે. ત્યારે નલિયાનુ લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી નોંધાયુ છે. જોકે 2015માં નલિયાનુ લઘુતમ તાપમાન 2.6 નોંધાયુ હતુ. ત્યાર બાદ ચાલુ વર્ષે ત્રણ વર્ષનો રેકોર્ડ તોડીને 3.6 નોંધાયુ છે, અને રેકોર્ડ બ્રેક ઠંડી પડતા જનજીવન પ્રભાવિત થયુ છે.

દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ ગુજરાતમાં રહેશે. ખાસ કરીને બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અને કચ્છમાં શીતલહેર ફરી વળશે. ડિસેમ્બરના અંતમાં સામાન્ય રીતે ઠંડીનુ પ્રમાણ વધતુ હોય છે.

રાજસ્થાન મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડવેવની આગાહી મોસમ વિભાગે કરી છે. એટલે કે ઉતરપૂર્વના પવન અને સાક્લોનિસક સરક્યુલેશનની અસરના કરાણે ગુજરાતમાં ઠંડીનુ જોર વધશે. જેની જનજીવન ઉપર અસર પડશે. ઠંડીમાં પણ પેટન ચોમાસા જેવી જોવા મળી રહી છે કારણ કે ચોમાસામાં પહેલા વરસાદ ખેચાયો અને ત્યાર બાદ અતિવૃષ્ઠી થઈ. તેવી રીતે નવેમ્બર અને ડિસેમ્બરના 25 દિવસ સામાન્ય ઠંડી રહી, અને ત્યાર બાદ રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થયો. ઉતર ભારતમાં તો સિવિયર કોલ્ડવેવની આગાહી મોસમ વિભાગ આપી છે. જેમાં ઉતરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. એટલે કે સખત ઠંડા પવનો ફુકાશે. જેની અસર ગુજરાત ઉપર થશે.
First published: