Home /News /gujarat /

શહેરમાં હજુ પણ ખાડા યથાવત: વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં રોષ

શહેરમાં હજુ પણ ખાડા યથાવત: વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં રોષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આડેધડ ખાડા ખોદી દેવાતા કામગીરી પૂર્ણ કરવાની સત્તધારી પક્ષ અને વહિવટી તંત્ર દ્વારા 15 જૂન આખરી તારીખ આપવામાં આવી હતી પરંતુ હજુ અનેક વિસ્તારમાં ખાડા ખોદેલા તે સ્થિતિમાં જ જોવા મળી રહ્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આડેધડ ખાડા ખોદી દેવાતા કામગીરી પૂર્ણ કરવાની સત્તધારી પક્ષ અને વહિવટી તંત્ર દ્વારા 15 જૂન આખરી તારીખ આપવામાં આવી હતી પરંતુ હજુ અનેક વિસ્તારમાં ખાડા ખોદેલા તે સ્થિતિમાં જ જોવા મળી રહ્યા છે. અને જે ખાડાઓ પુરી દેવામાં આવ્યા છે. ત્યાં માત્ર કહેવા ખાતર જ કામગીરી કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

શહેરના અનેક વિસ્તારમાં હજુ પણ ખાડા પુરવાની કામગીરી ચાલી રહી છે. જે રસ્તામાં સ્ટ્રોમ
વોટર લાઇન અને ડક લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે તે રસ્તાઓ પર ડાયવર્ઝનના બોર્ડ લગાવી દઈ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રણિવભાઇ પટેલે જણાવ્યુ હતું કે, શહેરમાં 80થી 90 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે અને કોઝી હોટલથી આવકાર હોલ સુધીના રસ્તા પર ક્યા હજુ પણ ખાડા છે જેને આવનાર દિવસોમાં પુરી દેવામાં આવશે.
First published:

Tags: અમદાવાદ, આક્રોશ, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ, મહાનગરપાલિકા, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन