મુંબઇ: દાદરમાં ફેમસ સુવિધા સ્ટોરના પાર્ટનર અને કચ્છી સમાજના અગ્રણી શાંતિલાલ ડુંગરશી મારુના 46 વર્ષીય પુત્ર કલ્પેશ મારુનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ગુરુવારે સાંજે દાદર પોલીસને વિરારમાંથી તેમની ડેડ બોડી મળી આવી હતી. આ સમાચાર મળતાં જ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.મુંબઇ: દાદરમાં ફેમસ સુવિધા સ્ટોરના પાર્ટનર અને કચ્છી સમાજના અગ્રણી શાંતિલાલ ડુંગરશી મારુના 46 વર્ષીય પુત્ર કલ્પેશ મારુનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ગુરુવારે સાંજે દાદર પોલીસને વિરારમાંથી તેમની ડેડ બોડી મળી આવી હતી. આ સમાચાર મળતાં જ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
દાદરમાં પ્રખ્યાત સુવિધા સ્ટોરના માલિકના 46 વર્ષીય પુત્રે વિરારમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક કલ્પેશ મારુ કથિત રીતે 15 ઓગસ્ટે પોતાના ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તે દર્શન માટે જઈ રહ્યો હતો, પરંતુ ગુરુવારે સાંજે તેનો મૃતદેહ વિરારમાં મળ્યો હતો. માંડવી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મારુ ડિપ્રેશનથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. કથિત રીતે તે ભૂતકાળમાં ઘણી વખત તેના ઘરેથી ભાગી ગયો હતો અને પોલીસની મદદથી તેને પાછો લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, મારુએ તેના પિતાના વ્યવસાયને બદલેઘણા વ્યવસાયોમાં હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી, જેના કારણે તે ધૂમ્રપાન અને દારૂ પીવા તેમજ ડિપ્રેશન તરફ ધકેલાઈ ગયો હતો. તેણે કથિત રીતે કેટલીક વખત તેનો જીવ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.
મળતી માહિતી અને પ્રાથમિક તપાસ અનુસાર, મૃતકની અમને ડેડ બોડી પાસેથી કેટલીક દવાઓના પેકેટ સાથે કોલ્ડ ડ્રિંક્સની બોટલ મળી હતી. એમાં થોડા દારૂ સાથે કોઈ દવા મિક્સ કરી હોય એવું લાગી રહ્યું હતું. જ્યારે કલ્પેશે આ પહેલાં પણ ચાર વખત સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉપરાંત તેણે દવાનો ઓવરડોઝ લીધો હોવાનું કહેવાઇ રહ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર