Home /News /gujarat /ગુજરાતની એ વિધાનસભા સીટ જ્યાં છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડ્યો નથી

ગુજરાતની એ વિધાનસભા સીટ જ્યાં છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડ્યો નથી

તાલાળા વિધાનસભા બેઠક પર શા કારણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ ફાળવાયા નથી.

Gujarat Assembly Elections : ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક પાછલા 30 વર્ષના રાજકીય ઇતિહાસને ધ્યાને રાખીને જોઈએ તો અહીંથી વિધાનસભા માટે સ્થાનિક ઉમેદવાર ભાજપ કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો નથી.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક ચૂંટણી જંગમાં રસપ્રદ બની રહી છે પાછલા 30 વર્ષના ઇતિહાસમાં કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડ્યો નથી તો આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગવાનભાઈ બારડે ભાજપ તરફથી ઉમેદવારી કરીને ચૂંટણી જંગમાં જોવા મળે છે.

    ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક પાછલા 30 વર્ષના રાજકીય ઇતિહાસને ધ્યાને રાખીને જોઈએ તો અહીંથી વિધાનસભા માટે સ્થાનિક ઉમેદવાર ભાજપ કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો નથી. વધુમાં આ વર્ષે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ભગવાનભાઈ બારડ ભાજપના સત્તાવાર ઉમેદવાર બન્યા છે. અને તાલાલા વિધાનસભા બેઠકના મતદારો સ્થાનિક ઉમેદવારને લઈને ચિંતા વ્યક્ત કરતા હતા ત્યારે આ વર્ષે ભાજપમાં આવેલા અને જેના પર પક્ષપલ્ટુનું લેબલ લાગેલું છે તેવા ભગવાનભાઈ બારડ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તાલાલા મત વિસ્તારના મતદારો માટે સ્થાનિક ઉમેદવારોની સાથે હવે પક્ષ પલ્ટુઓ પણ ચિંતાનો વિષય બની રહ્યા છે.

    જોકે તાલાળા વિધાનસભા બેઠક પર શા કારણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ ફાળવાયા નથી. તે જાણવા અમે પ્રયાસ કર્યો તો અનેક પ્રશ્નો સામે આવ્યા હતા. જેમાં તાલાળા તાલુકામાં સંગઠનની નબળાઈ સહિત કોઈ કદાવર નેતા ન હોવો અને આર્થિક રીતે સદ્ધરતા પણ ન હોવાનું સ્થાનિક મતદારો અને જાણકારો માની રહ્યા છે. જોકે સ્થાનિક ધારાસભ્ય ન હોવાથી તાલાળા તાલુકાના પ્રાણ પ્રશ્નો દાયકાઓ પછી આજે પણ જેમના તેમ જ છે. જેમાં ઇકોસેન્સટિવ ઝોન, કેસર કેરીને બાગાયતી પાક વીમામાં સમાવવો, તેમજ બંધ શુગર મિલ જેવા પ્રાણ પ્રશ્નો તાલાળાના મતદારો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે.

    આ પણ વાંચો: મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? કયા મતદાન કરવું? તમામ માહિતી ઘરે બેઠા મળશે

    બીજી તરફ તાલાલા વિધાનસભાની રાજકીય પરિસ્થિતિ પર એક નજર નાખીએ તો અહીંથી વર્ષ 2007માં ભગવાનભાઈ બારડ ધારાસભ્ય હતા, અને ત્યાર બાદ યોજાયેલી વર્ષ 2012ની ચૂંટણીમાં તેમના મોટાભાઈ જશુભાઈ બારડ ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદ જશુભાઈ બારડનું નિધન થતાં વર્ષ 2016માં યોજાયેલી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ગોવિંદ પરમાર અને કોંગ્રેસના ભગવાનભાઈ બારડ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો અને ભાજપના ગોવિંદભાઈ પરમારનો વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2017માં યોજાયેલ ચૂંટણીમાં ફરી એક વખત ગોવિંદ પરમાર અને ભગાભાઈ બારડ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં કોંગ્રેસના ભગવાનભાઈ બારડનો વિજય થયો હતો.

    આ પણ વાંચો: આ ધારાસભ્યે અત્યારસુધીનો પગાર ક્યાં વાપર્યો તે જાણી નવાઈ લાગશે!

    પાછલા બે દસકા કરતા વધુ સમયથી તાલાલા વિધાનસભા બેઠકના મતદારો તેમના સ્થાનિક ઉમેદવારો માટે મથી રહ્યા હતા ત્યારે મતદારો માટે વધુ એક વખત માઠા સમાચાર આવ્યા છે આ વખતે ફરી સ્થાનિક ઉમેદવારની જગ્યા પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટુ ભગવાનભાઈ બારડને ભાજપે ટિકિટ આપી છે ત્યારે આવનારો વિધાનસભા ચૂંટણી જંગ આયાતી ઉમેદવારોની સાથે પક્ષપલટુ ઉમેદવારનો મુદ્દો પણ મતદાનમાં ખૂબ પ્રભાવી બનશે તેવું વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં જોવા મળે છે. તો બીજી તરફ આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે, જેમાં પક્ષપલટો કરનાર ભાજપના ભગવાન બારડ સામે કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયા છે તો આપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવા નેતા દેવેન્દ્ર સોલંકી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં તાલાળા બેઠક પર કોણ બાજી મારી જશે તે કહેવું મુશ્કેલ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन