પુલવામા જેવા હુમલાનું કાવતરું, આર્મી કાફલાના રસ્તામાં IED પાથર્યા

ઈન્ટેલિજન્સ માહિતી મળતાં આર્મીએ વિસ્તારને ઘેરી સમયસર આઈઈડી બોમ્બને શોધી કાઢ્યા

ઈન્ટેલિજન્સ માહિતી મળતાં આર્મીએ વિસ્તારને ઘેરી સમયસર આઈઈડી બોમ્બને શોધી કાઢ્યા

 • Share this:
  અનંતનાગ : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકવાદી (Terrorist)ઓ ફરી એક વાર પુલવામા (Pulwama) જેવો હુમલો કરવાના પ્રયાસમાં હતા. આતંકવાદીઓએ સેનાના કાફલાને નિશાન બનાવવા માટે અનંતનાગમાં આઈઈડી (IED blast) ગોઠવ્યા હતા. જોકે, સેનાની કાર્યવાહીને કારણે સમયસર આઈઈડીને શોધી કાઢવામાં આવ્યા અને મોટી દુર્ઘટના થતાં રહી ગઈ. સેનાએ આઈઈડી બોમ્બને નિષ્ક્રિય કરવાનું કામ શરૂ કરી દીધું છે.

  મળતી જાણકારી મુજબ, જમ્મુ-કાશ્મીરના અનંતનાગના લારમગંજીમાં આતંકવાદીઓએ રસ્તામાં આઈઈડી બોમ્બ લગાવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ રસ્તા પરથી ભારતીય સેનાનો કાફલો પસાર થવાનો હતો. ભારતીય સેનાને ઇન્ટેલિજન્સ માહિતી મળી કે રસ્તામાં આઈઈડી બોમ્બ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.

  આ પણ વાંચો, પાકિસ્તાનનું હવે આવી બન્યું! ભારતને સોંપાયા વધુ 3 રાફૅલ ફાઇટર પ્લેન

  બીજી તરફ, પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી પુંછના કૃષ્ણા ઘાટીને નિશાન બનાવતાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેાલ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થવાના અહેવાલ છે. ઘાયલ જવાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે.

  આ પણ વાંચો, પાકિસ્તાની દુલ્હને સોનાને બદલે ટમેટાના ઘરેણાં પહેર્યાં! કારણ જાણી ચોંકી જશો
  Published by:user_1
  First published: