જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ, બે અધિકારી સહિત 5 જવાન શહીદ

Youtube Video

હંદવાડાના ચાંજમુલ્લા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કર્નલ સહિત 5 જવાનો શહીદ થયા

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કૂપવાડા જિલ્લાના હંદવાડામા (Handwara)માં શનિવારે થયેલી અથડામણમાં લાપતા થયેલા અધિકારીઓ સહીત ત્રણ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ ઉત્તર કાશઅમીરના કૂપવાડા જિલ્લાના હંદવાડાના ચાંજમુલ્લા વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યુ હતું.

  પ્રાપ્ત જાણકારી મુજબ આ વિસ્તારમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક કર્નલ, એક મેડર અને સેનાના બે જવાન અને એક પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થયા છે.

  આ પણ વાંચો :  Covid 19 live: સંક્રમિતોની સંખ્યા 38 હજાર નજીક, આજે કોરોના વોરિયર્સ પર થશે ફૂલોનો વરસાદ

  અથડામણમાં બે આતંકવાદીઓ પણ ઠાર મરાયા

  હંદવાડાની આ અથડામણમાં સેનાના પાંચ જવાનોના મોત સાથે હુમલો કરનારા આતંકવાદી પૈકીના 2 આતંકવાદી ઠાર મરાયા છે. જોકે, હજુ સેનાનું સર્ચ ઑપરેશન શરૂ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને ત્યાં મોટાપાયે આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો :  લૉકડાઉન : નોકરી ગુમાવતા વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ

  ઉનાળો શરૂ થતા ઘૂસણખોરી શરૂ

  ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં શિયાળા સુધી આતંકવાદીઓની ગતિવિધિઓ ચરમસીમાએ રહે છે. શિયાળામાં બરફ પડતાની સાથે જ તેઓ પોતાના દરમાં જતા રહે છે. ઉનાળામાં પહાડો પરથી બરફ ઓગળવાની સાથે સીમા પારથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને ઘૂસાડવામાં આવે છે. આ આતંકવાદીઓ ભારતની સીમાં ઘૂસી શકે તે માટે પાકિસ્તાનની સેના દ્વારા સતત સીઝફાયર કરવામાં આવે છે.
  Published by:Jay Mishra
  First published: