Home /News /gujarat /

પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ આ તારીખથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે, જાણો ટિકિટના દર

પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ આ તારીખથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે, જાણો ટિકિટના દર

તેજસ ટ્રેનની પ્રતિકાત્મક તસવીર

દેશની બીજી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ દોડશે, ટ્રેન બે કલાક મોડી પડી તો 250 રૂપિયા વળતર મળશે

  દિલીપ નંદા, CNBC આવાઝ : દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17 જાન્યુઆરીથી મુંબઇ-અમદાવાદ રૂટ ઉપર દોડશે. તેજસ એક્સપ્રેસની મુસાફરો માટે લોન્ચિંગની તારીખ 19 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. IRCTCએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઇ રૂટ શેડ્યૂલની ટ્રેનમાં કુલ 758 બર્થ છે, જેમાંથી 56 બેઠકો એક્ઝિક્યુટિવ વર્ગમાં છે અને બાકીની બેઠકો એસી ચેર વર્ગમાં છે.

  આ ટ્રેનની ગતિ પ્રતિ કલાક 160 કિમી હશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનમાં વીજ વપરાશ પણ ઘટશે. ટ્રેનની દરેક સીટની પાછળની બાજુ LCD છે. નમાં વાઇફાઇ સાથે કેટરિંગનું મેનૂ પ્રખ્યાત રસોઇયા દ્વારા તૈયાર કરાયું છે. મુસાફરોને 25 લાખનો મફત રેલ્વે મુસાફરી વીમો મળશે. દરેક કોચમાં ઇન્ટિગ્રેટેડ બ્રેઇલ ડિસ્પ્લે, ડિજિટલ ગંતવ્ય બોર્ડ અને ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે.

  આ પણ વાંચો :  ઝડપાયેલા ISIS આતંકીઓનો ખુલાસો- હિંદુ નેતાઓની હત્યાનો મળ્યો હતો ટાર્ગેટ

  તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઇ-અમદાવાદ રૂટ પર ચાલશે

  તેજસ એક્સપ્રેસનો અમદાવાદથી પ્રસ્થાન કરતી વખતે ટ્રેન નંબર 82902 રહેશે. તે જ સમયે, મુંબઇથી પરત આવતા ટ્રેનનો રૂટ નંબર 82901 હશે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે દોડશે અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી સવારે 6.40એ પ્રસ્થાન કરી અને 1 વાગ્યે અને 10 મિનિટે દોડશે

  તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે

  માર્ગ પર આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી રેલ્વે સ્ટેશનો પર રોકાશે. ટ્રેન સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે અઠવાડિયાના છ દિવસ દોડશેગુરુવારે આ ટ્રેન દોડશે નહીં.

  આ પણ વાંચો :  નિર્ભયા કેસ : ફાંસી પહેલા ક્યૂરેટિવ અરજી પર 14 જાન્યુઆરીએ સુનવણી  

  આ ટ્રેનનું સંચાલન IRCT કરશે જેમાં મુસાફરોને અનેક સુવિધા આપવામાં આવશે.


  ભાડું

  • અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ રૂ. 2384 છે. આમાં બેઝ ફેર રૂ .1875, જીએસટી રૂ .94 અને કેટરિંગ ચાર્જ રૂ. 405 લેવાશે

  • એસી ચેર કારનું ભાડુ 1289 રૂપિયા હશે, જેમાં બેઝ ફેર 830 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.

  • મુંબઇ-અમદાવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડુ રૂ. 2374 છે, જેમાં રૂ .1875 બેઝ ફેર, રૂ .99 નો જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા છે.

  • એસી ચેર કારનું ભાડુ 1274 રૂપિયા છે, જેમાં બેઝ ફેર તરીકે 870 રૂપિયા, 44 રૂ. જીએસટી અને કેટરિંગ ચાર્જ રૂ. 360 નો સમાવેશ થાય છે.


  આ પણ વાંચો : ઈરાનનું મહાબ્લન્ડર : ભૂલથી યુક્રેનનું પ્લેન તોડી પાડ્યું હોવાની કબૂલાત, 176 નિર્દોષોનો ભોગ લેવાયો

  ખાસ સુવિધાઓ મળશે

  • IRCTC દ્વારા મુંબઇથી અમદાવાદ જતી ખાનગી ટ્રેન તરીકે તેજસ એક્સપ્રેસને પહેલીવાર ઘણી નવી સુવિધાઓ મળશે. IRCTC અનુસાર, મુસાફરી દરમિયાન જો કોઈ મુસાફરના ઘરે ચોરી થાય છે, તો રેલવે વીમા દ્વારા તેના નુકસાનની ભરપાઇ કરશે.

  • ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો તમારા ઘરે ચોરી થઈ હોય, તો વીમા કંપની તમને 1 લાખ રૂપિયા સુધીની રકમ આપશે. મુસાફરે વીમા કંપનીને એફઆઈઆરની એક નકલ આપવાની રહેશે. વીમા કંપની દ્વારા તપાસ બાદ વળતર આપવામાં આવશે.

  • તેજસ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો માટે 25 લાખ રૂપિયાનો ટ્રાવેલ ઇન્સ્યુરન્સ ફરજિયાત ઉતારવામા આવશે.

  • તેજસ એક્સપ્રેસ જો એક કલાક લેટ થશે તો ગ્રાહકોને 100 રૂપિયા, અને બે કલાકથી વધુ મોડી થશે તો 250 રૂપિયા વળતર મળશે

  • જો મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ મોડું થાય તો પેસેન્જર વેબ પરની લિંકની મુલાકાત લઈને વળતર માટે ફોર્મ ભરી શકે છે. ટોલ ફ્રી નંબર પર ફોન કરીને વળતરનો દાવો પણ કરી શકાય છે. ફોર્મમાં મુસાફરીની વિગતો, કેટલા કલાકનો વિલંબ થયો, પી.એન.આર. નંબર અને બૅન્ક ખાતાની વિગતો ભરવી પડશે. રિફંડ પ્રક્રિયા પછી, પૈસા ખાતામાં પહોંચશે.

  Published by:Jay Mishra
  First published:

  Tags: Tejas express, અમદાવાદ, આઇઆરસીટીસી, મુંબઇ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन