Home /News /gujarat /

UP: કિશોરી પર યુવકનો બળાત્કાર, બહેને ઉતાર્યો વીડિયો

UP: કિશોરી પર યુવકનો બળાત્કાર, બહેને ઉતાર્યો વીડિયો

પોલીસને એવી આશંકા છે કે બે મહિલાઓ દ્વારા સામ સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે આવો આક્ષેપ લગાવવામાં આવ્યાની શક્યતા છે.

પોલીસને એવી આશંકા છે કે બે મહિલાઓ દ્વારા સામ સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે આવો આક્ષેપ લગાવવામાં આવ્યાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફનગરમાં એક 16 વર્ષની સગીરા પર 22 વર્ષના યુવકે બળાત્કાર ગુજાર્યાની માહિતી સામે આવી છે. યુવક જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારી રહ્યો હતો ત્યારે તેની બહેન તેના મોબાઈલ ફોનથી આ અધમ કૃત્યનો વીડિયો ઉતારી રહી હતી. પોલીસે આ સંદર્ભે યુવક સામે ફરિયાદ દાખલ કરી છે, જ્યારે તેની બહેન સામે ગુનામાં મદદ કરવાનો ગુનો દાખલ કર્યો છે. જોકે, પોલીસને હજુ સુધી વીડિયો મળ્યો નથી.

પોલીસને એવી આશંકા છે કે બે મહિલાઓ દ્વારા સામ સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે આવો આક્ષેપ લગાવવામાં આવ્યાની શક્યતા છે.

પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે 25 વર્ષીય મહિલાઓ બીજી એક 28 વર્ષીય મહિલા સામે ચોરીની ફરિયાદ કરી હતી. બાદમાં જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે મહિલાએ બીજી મહિલાના પરિવારના સભ્યો સામે બળાત્કારના પ્રયાસની ફરિયાદ કરી હતી. જેની સામે પ્રથમ મહિલાએ તેની 16 વર્ષની ભત્રીજી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓ આક્ષેપ લગાવ્યો હતો કે તેની ભત્રીજી પર બળાત્કાર થયો ત્યારે બળાત્કાર ગુજારનાર યુવકની બહેન આ ઘટનાનું તેના મોબાઈલમાં શૂટિંગ કરી રહી હતી.

પોલીસે આ અંગે જણાવ્યું હતું કે સામ સામે ફરિયાદ દાખલ કરાવનાર બંને મહિલાઓ પહેલા એક જ મકાનમાં ભાડે રહેતી હતી. બંને વચ્ચે ઝઘડો થયા બાદ બંને મહિલાઓ મહિના પહેલા પોત-પોતાના ઘરે રહેવા જતી રહી હતી. બંનેએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એક ફરિયાદ 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યાની કરવામાં આવી છે. અમે કિશોરીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
First published:

Tags: Raped, Teenage girl

આગામી સમાચાર