નિમરત કૌર સાથેના અફેરના સમાચારથી ભડક્યા રવિ શાસ્ત્રી, આપ્યું મોટું

News18 Gujarati
Updated: September 4, 2018, 4:28 PM IST
નિમરત કૌર સાથેના અફેરના સમાચારથી ભડક્યા રવિ શાસ્ત્રી, આપ્યું મોટું

  • Share this:
નિવેદન નિમરત કૌર સાથેના અફેરના સમાચારથી ભડક્યા રવિ શાસ્ત્રી, આપ્યું મોટું નિવેદન ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રી અને અભિનેત્રી નિમર કૌરના કથિત અફેરના સમાચાર ચર્ચામાં છે. આને લઈને અંગ્રેજી સમાચાર મુંબઈ મિરરે દાવો કર્યો હતો. જોકે, રવિ શાસ્ત્રીએ આ સમાચારને બકવાસ ગણાવ્યા હતા. તેમને આ સમાચારની સરખામણીના ગાયના છાણ સાથે કરી હતી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ આ બકવાર પર કોઈ જ પ્રતિક્રિયા આપવા માંગતા નથી. જણાવી દઈએ કે, આનાથી પહેલા અભિનેત્રી નિમરત કૌર પણ આ સમાચારોને ફગાવી ચૂકી છે.

મુંબઈ મિરરની રિપોર્ટ અનુસાર, નિમરત અને રવિ શાસ્ત્રી પાછલા બે વર્ષથી એક બીજા સાથે ડેટ કરી રહ્યાં છે. જ્યારે તેમની પ્રથમ મુલાકાત વર્ષ 2015માં એક જર્મન કાર કંપનીની લોન્ચિંગ દરમિયાન થઈ હતી. હાલમાં તેમની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ છે.

આ પહેલા પણ રવિ શાસ્ત્રીનું નામ નામચિન હિરોઈનો સાથે જોડાતું આવ્યું છે. રવિ શાસ્ત્રીએ અભિનેત્રી અમૃતા સિંહને પણ ડેટ કરી છે. બંનેએ સગાઈ પણ કરી હતી, જોકે બંનેના લગ્ન થઈ શક્યા નહતા. અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા જ્યારે રવિ શાસ્ત્રીએ 1990માં રિત સિંહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, હાલમાં આ બંનેની તલાક થઈ ગઈ છે.
First published: September 4, 2018, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading