Teachers Recruitment 2022: વિદ્યા સહાયકની ભરતીની રાહનો અંત, આ તારીખે બહાર પડશે 3300 જગ્યા માટેની જાહેરાત
Teachers Recruitment 2022: વિદ્યા સહાયકની ભરતીની રાહનો અંત, આ તારીખે બહાર પડશે 3300 જગ્યા માટેની જાહેરાત
Vidhya sahayak Bharti 2022 : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી, 26મી જાન્યુઆરીએ બહાર પડશે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત
Vidhya sahayak Bharti 2022 : રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી છે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે (Education Minister Jitu Vaghani)એ આજે ફેસબુક પર આ ભરતીની જાહેરાત બહાર પડવાની તારીખ અંગે માહિતી આપી છે.
Vidhya sahayak Bharti 2022 : રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી છે (Vidhya sahayak Bharti 2022). જોકે, આ ભરતી ક્યારે થશે તેના અંગે અટકળો સેવાઈ રહી હતી ત્યારે આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી છે કે રાજ્યમાં 3300 વિદ્યા સહાયકોની (Vidhya sahayak Bharti 2022 Advertisement) ભરતીની જાહેરાત આગામી 26મી જાન્યુઆરીએ કરાશે.
આ ભરતી પ્રક્રિયામાં ગૂંચવાડો શેનો હતો : અગાઉ સરકારે જણાવ્યું હતું તે મુજબ ભારત સરકારના ધી રાઇટ્સ ઓફ પર્સન્સ વિધ ડિસએબિલિટી એક્ટ 2016ની જોગવાઈને અનુસરતા શિક્ષણ વિભાગની ભરતીમાં દિવ્યાંગ કેટેગરીમાં 3 ટકાની અનામતનો વધારો કરવાનો હતો. જે 18-1-2022ના રોજ ફેરફાર કરી અને 3ના બદલે 4 ટકા અનામત લાગુ કરવામાં આવ્યો છે.
આ ફેરફાર થઈ જતા રાજ્યની શાળામાં વિદ્યા સહાયકોની 3300 જગ્યા માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ભરતીની કાર્યવાહી 26-1-2022થી શરૂ થશે અને તેની જાહેરાત વર્તમાન પત્રઓમાં આપવામાં આવશે.
આ પ્રમાણે જગ્યા ભરાશે
વિદ્યા સહાયકોની ભરતી માટે રાજ્યમાં ધો.1-8ની વધની કુલ 1405 જગ્યાઓની ભરતી કરવામાં આવશે દ્યારે જ્યારપે કે ધો.1-8ની સામાન્યની 1895 જગ્યાઓ એમ કુલ 3300 જગ્યા ભરવામાં આવશે.
નીચા મેરિટવાળા ઉમેદવારોને ફાયદો થવાનો દાવો
સરકારની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે છેકે વર્ષ 2019માં ફેબ્રુઆરી મહિનામાં ભરતી થયેલા વિદ્યા સહાયકોને 25 ફેબ્રુઆરીના રોજ 3 વર્ષ પૂર્ણ થતા તેમને સરકાર દ્વારા સમયસર જાહેરાત આપવાથી નીચા મેરિટવાળા ઉમેદવારોને ફાયદો થશે.
અગાઉ આ ભરતીની જાહેરાત કરતા શિક્ષણમંત્રી આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને વહિવટી વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે. જોકે, આ ભરતી ક્યારે થશે એ અંગે વાઘાણીએ કોઈ ચોક્કસ સમય આપ્યો નથી.
ઉમેદવારોએ 40વાર રજૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે આ ભરતીની જાહેરાત બહાર પડાવવા માટે રાજ્યભરમાંથી હજારો ટેટ પાસ યુવાનોએ ગાંધીનગરની પૂનમો ભરી છે. ટેટે પાસ યુવાનોના સંગઠનની રજૂઆત હતી કે તેઓ આ અંગે 40 વાર આવેદન પત્ર આપી ચુક્યા હતા પરંતુ સરકારી ધક્કે ચઢી ગયેલી આ ભરતી બહાર પડી રહી નહોતી. જોકે, રાજ્યમાં ચૂંટણીના વર્ષમાં આ ઉમેદવારોને સરકારી નોકરી મળે તેવી સ્થિતિ હવે ઉપસી રહી છે. જોકે, સરકાર ક્યારે પ્રક્રિયા શરૂ કરશે અને પૂર્ણ કરશે તે પણ જોવું રહ્યુ
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર