દાહોદઃ પંચમહાલના કાલોલના સણસોલી ગામે હાઇસ્કુલના શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની સાથેની વાંધાજનક વાર્તાલાપની ઓડિયો ક્લિપ મામલે ગ્રામજનો દ્વારા આજરોજ હાઇસ્કુલને તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સણસોલી ગામની આરજેએસ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિન પુરોહિત ધ્વારા સ્કુલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે વાંધાજનક વાતચીત કરી હતી.જેની ઓડિયો કલીપ ફરતી થતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને શિક્ષકને બરતરફ કરવાની તેમજ કેળવણી મંડળ ના પ્રમુખના રાજીનામાની માંગણી સાથે હલ્લો બોલાવી સ્કૂલને તાળાબંધી કરવા ધસી ગયા હતા.
ઘટનાની જાણ થતા કાલોલ પોલીસે હાઈસ્કુલ ખાતે પહોચી મામલો થાળે પડ્યો હતો.જો કે કેળવણી મંડળના સભ્ય ધ્વારા આ મામલા અંગે કેળવણી મંડળ ને જાણ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે તેમ જણાવાયું હતું.
શિક્ષકના ભરોશે પોતાના સંતાનોને શાળાએ મોકલતા ગ્રામજનો શિક્ષકની આવી કરતુતથી રોષે ભરાયા હતા.ગ્રામજનો નો રોષ પારખી શિક્ષક તેમજ કેળવણી મંડળ ના પ્રમુખ ધ્વારા પોતાના રાજીનામાં લખી આપવામાં આવ્યા હતા.ઘટનાના વિરોધમાં આજે ગ્રામજનો ધ્વારા બંધ પાળી ગામ બંધ રાખવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર