Tauktae Cyclone Update: ગુજરાત પહોંચીને નબળું પડ્યું વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે પૂરી થઈ લેન્ડફોલ પ્રક્રિયા

Tauktae Cyclone Update: ગુજરાત પહોંચીને નબળું પડ્યું વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે પૂરી થઈ લેન્ડફોલ પ્રક્રિયા
દિવ અને ઉનાની વચ્ચે ટાઉતે વાવાઝોડું લગભગ રાત્રે 9 વાગ્યે પહોંચ્યું. હવામાન વિભાગ મુજબ, લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહી

દિવ અને ઉનાની વચ્ચે ટાઉતે વાવાઝોડું લગભગ રાત્રે 9 વાગ્યે પહોંચ્યું. હવામાન વિભાગ મુજબ, લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહી

 • Share this:
  અમદાવાદ. અરબ સાગર (Arabian Sea)માં ઊભા થયેલા ચક્રવાતી વાવાઝોડા ટાઉતે (Tauktae Cyclone)એ સોમવારે ગુજરાત (Gujarat)માં પ્રવેશ કર્યો. તેની લેન્ડફોલ પ્રક્રિયા સોમવાર મોડી રાત્રે સૌરાષ્ટ્ર (Suarashtra)માં પૂરી થઈ. હવામાન વિભાગે આ વાતની જાણકારી આપી છે. વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું થોડુંક નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની ગંભીરતાને જોતાં સોમવાર બપોર સુધીમાં રાજ્યના 2 લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ પહેલા મહારાષ્ટ્ર (Maharashtra)ના કોંકણમાં આ વાવાઝોડના કારણે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

  સોમવાર રાત્રે સૌરાષ્ટ્રમાં ટાઉતે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા પૂરી થઈ. દિવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠા પર ટાઉતે લગભગ રાત્રે 9 વાગ્યે પહોંચ્યું. હવામાન વિભાગ (IMD) મુજબ, લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહી. જોકે, અધિકારીઓ મુજબ, આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. વડાપ્રધાન મોદીએ સોમવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી. તેઓએ દમણ અને દિવના લેફ્ટનન્ટ ગવર્નર સાથે પણ ચર્ચા કરી.  આ પણ જુઓ PHOTOS: Tauktae વાવાઝોડાનો કહેર, ક્યાંક ઘરોને ભારે નુકસાન તો ક્યાંક ઉખડ્યા ઝાડ

  ગોવામાં એક દિવસ સુધી વીજળી ડુલ રહેશે!

  મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત ટાઉતેએ ગોવામાં પણ જોરદાર વિનાશ વેર્યો છે. રવિવારે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાંથી પસાર થતાં વીજળીના 700 થાંભલા પડી ગયા અને 200-300 ટ્રાન્સફોર્મર્સને નુકસાન પહોંચ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે તમામ વિસ્તારોમાં વીજળીનો સપ્લાય ફરી શરૂ કરવામાં ઓછામાં ઓછો એક દિવસનો સમય લાગશે. સોમવારે ગુજરાતમાં પણ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. આ દરમિયાન વિઝીબીલિટી ઓછી હોવાના કારણે વાહન-વ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો.

  ભારતમાં કેવું રહ્યું હવામાન?

  હવામાન વિશેની જાણકારી આપનારી એજન્સી સ્કાયમેટ વેધર મુજબ, ગત 24 કલાકમાં ભારતના મધ્ય અને પૂર્વોત્તર ક્ષેત્રોમાં પણ જોરદાર વરસાદ પડ્યો. એજન્સી મુજબ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, સિક્કિમમાં જોરદાર વરસાદ પડ્યો. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, મુજફ્ફરાબાદ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાનના દક્ષિણ પૂર્વના કેટલાક હિસ્સા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો. મંગળવારે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  આ પણ જુઓ, Viral Video: કોરોનાથી મોત થતાં યુવકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કચરાની લારીમાં લઈ જવાયો


  વાયુસેના અને નૌસેના તૈયાર

  દેશના પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકેલા વાવાઝોડાને લઈને ભારતીય વાયુસેના અને નૌસેનાએ પૂરતી તૈયારી કરી છે. વાયુસેનાએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની રેસ્યૂના ટીમોને એરલિફ્ટ કરી અને મિશન દરમિયાન ઉપયોગમાં લેવાતી ચીજો માટે પ્લેન તૈનાત કર્યા છે. રક્ષા મંત્રાલય તરફથી મળતી જાણકારી મુજબ, વાયુસેનાના બે C-130J અને એક An-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની તૈનાતી કરી છે.
  Published by:Mrunal Bhojak
  First published:May 18, 2021, 07:17 am

  ટૉપ ન્યૂઝ