Home /News /gujarat /Tauktae Cyclone: વાવાઝોડાના પગલે એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે

Tauktae Cyclone: વાવાઝોડાના પગલે એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે

વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન સેવા બંધ રહેશે

વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન સેવા બંધ રહેશે

    ગાંધીનગર : ટાઉતે વાવાઝોડાની (Tauktae Cyclone)અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે નિર્ણય કર્યો છે. ટાઉતે વાવાઝોડાના (Tauktae Cyclone in Gujarat)પગલે એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે. જ્યાં સુધી વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન સેવા બંધ રહેશે. વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી બસ ફાળવાઇ છે.

    ટાઉતે વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠા જિલ્લામાં તમામ બસ રૂટો આજે બપોરથી બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના 14 તાલુકાઓમાં 650થી પણ વધુ રૂટની બસો સ્થગિત કરી દેવામાં આવી છે. અચાનક બસો બંધ થઈ જતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા. હિંમતનગર ડિવિઝનના 515 બસના પૈડા થંભી ગયા છે. જીલ્લા ભરમાં જતી તમામ બસો બંધ કરાઈ છે.

    વાવાઝોડાની (Cyclone) અસર સૌથી વધારે અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવામાં જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે 8 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડનાં ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો.

    આ પણ વાંચો - અમદાવાદમાં પવન સાથે વરસાદ, અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો

    વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ જવાના રસ્તે પાણી ભરાયા છે. આ સિવાય પાણી ભરાઇ જતા મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ અત્યાર સુધી સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
    " isDesktop="true" id="1097634" >

    ટાઉતે વાવાઝોડોના કારણે ગુજરાતમાં 3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં કેટલીક હોસ્પિટલોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cyclone in Gujarat, Cyclone in Maharashtra, Cyclone Tauktae Gujarat, Cyclone Tauktae Mumbai, Cyclone tracking Gujarat, IMD, IMD Warning, Mumbai Cyclone, NDRF, ST Bus, Tauktae cyclone, Tauktae live tracking, Tauktae tracking, વાવાઝોડુ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन