liveLIVE NOW

Tauktae cyclone live updates: ગુજરાતને ઘમરોળ્યા પછી હવે વાવાઝોડું રાજસ્થાન જશે

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ

 • News18 Gujarati
 • | May 18, 2021, 23:57 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 4 MONTHS AGO

  हाइलाइट्स

  21:11 (IST)
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરશે

  20:16 (IST)
  સીએમ વિજય રૂપાણીએ કહ્યું - ઉનાળુ પાક, તલ, બાજરી, મગ, કેરી, નાળિયેરમાં નુકસાન થયું છે. કાચા મકાનો પડી ગયા છે. અમુક સ્થાને પશુઓમરી ગયા છે. એમને સહાયતા અપાશે.  ધર વખરી, પશુઓમાં જે નુકશાન થયું છે તે માટેનો સર્વે કરાશે. હું ગુજરાતની જનતાને ખાતરી આપુ છું કે ચુકવાશે જ. માછીમારોના નુકશાનનો સર્વે થશે. પશુપાલન મૃત્યુનો સર્વે કરાશે. એ પ્રમાણે નોમ્સ પ્રમાણે જરુરથી સહાય ચૂકવવામા આવશે. કોવિડ હોસ્પિટલોને તકલીફ પડી નથી. જેની સૌથી વધુ ચિંતા હતી. એમાંથી બહાર આવી ગયા છીએ. પ્રધાનમંત્રી સતત સંપર્કમાં છે. તેઓ ચિંતા કરતા આવ્યા છે. તેઓ કાર્યક્રમ બનાવશે તો અમે સાથ આપીશું.

  20:15 (IST)
  સીએમ વિજય રૂપાણીએ કહ્યું - ગઇકાલથી શરુ થયેલુ વાવાઝોડું વહેલી સવાર સુધીમા ગુજરાતમાંથી પસાર થઇ જશે. પૂર્વવત્ સ્થિતિ કાલે બપોર સુધીમાં થઇ જશે એવી આગાહી છે. આગોતરા આયોજનને કારણે સ્થિતિ અંકુશમાં છે. સક્રિયતાથી વહીવટી તંત્રએ ઉપરથી નીચે સુધી કામ કર્યું છે. જેને લઇને વધુ જાનહાનિને અનિચ્છનીય ઘટનાઓ આપણે રોકી શકયા છીયે. બેઠકમાં કલેક્ટરો સાથે ચર્ચા મુજબ વાવાઝોડાને કારણે મૃત્યુએ લગભગ નહીવત છે. અકસ્માતે 13 લોકોના મૃત્યુ થયા છે.

  20:5 (IST)
  ગુજરાતમાં  પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય  તંત્ર  સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી આવતી કાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી હવે તા.20 મે 2021 ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે

  18:45 (IST)
  વાવાઝોડાથી અમદાવાદમાં પારાવાર નુકસાન. 189 જેટલા વૃક્ષો પડ્યા. 43 જગ્યાએ પાણી ભરાયા. મધ્ય ઝોનમાં 4 મકાન ધરાશાયી. 18 પોલ પડ્યા. 5 ખાનગી ઇમારતો. 27 કાચા મકાન અને 377 હોર્ડિંગને નુકસાન. વાસણા બેરેજના 6 ગેટ ખુલ્યા

  18:45 (IST)
  અમદાવાદ - ટાઉતે વાવાઝોડાને લઈ મેયર સહિત પદાધિકારીઓ શહેરની સ્થિતિની સમીક્ષા કરવા કંટ્રોલ રૂમ પહોંચ્યા. શહેરના પૂર્વમાં અનેક વિસ્તારોમાં  પાણી ભરાયા. ગાર્ડન ખાતાની ઓફીસ અને વાસણા બેરેજ પર મેયર સહિત પદાધિકારીઓ સમીક્ષા કરશે

  17:53 (IST)

  સીએમ વિજય રુપાણી ફરીથી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર ખાતે પહોંચ્યા. વાવાઝોડાની દીશા, તેનો પ્રકોપ,બચાવ - રાહત કામગીરીથી લઇને સમગ્ર સ્થિતિનું ફરીથી આકલન કરશે. અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને અધિકારીઓ સાથે વાતચીત કરશે અને જરુરી દિશા નિર્દેશ આપશે

  Tauktae વાવાઝોડાએ (Cyclone) ગુજરાતમાં (Gujarat) ઘણી તારાજી સર્જી છે. ટાઉતે વાવાઝોડાની (Tauktae Cyclone) અસર અમદાવાદમાં પણ ભયાનક જોવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા.

  ટાઉતે વાવાઝોડાની (Tauktae Cyclone)અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે નિર્ણય કર્યો છે. ટાઉતે વાવાઝોડાના (Tauktae Cyclone in Gujarat)પગલે એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે. જ્યાં વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન સેવા બંધ રહેશે. વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી બસ ફાળવાઇ છે.

  સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ગઇકાલથી શરુ થયેલુ વાવાઝોડું વહેલી સવાર સુધીમા ગુજરાતમાંથી પસાર થઇ જશે. પૂર્વવત્ સ્થિતિ કાલે બપોર સુધીમાં થઇ જશે એવી આગાહી છે. આગોતરા આયોજનને કારણે સ્થિતિ અંકુશમાં છે. સક્રિયતાથી વહીવટી તંત્રએ ઉપરથી નીચે સુધી કામ કર્યું છે. જેને લઇને વધુ જાનહાનિને અનિચ્છનીય ઘટનાઓ આપણે રોકી શકયા છીયે. બેઠકમાં કલેક્ટરો સાથે ચર્ચા મુજબ વાવાઝોડાને કારણે મૃત્યુએ લગભગ નહીવત છે. અકસ્માતે 13 લોકોના મૃત્યુ થયા છે.

  સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ઉનાળુ પાક, તલ, બાજરી, મગ, કેરી, નાળિયેરમાં નુકસાન થયું છે. કાચા મકાનો પડી ગયા છે. અમુક સ્થાને પશુઓમરી ગયા છે. એમને સહાયતા અપાશે. ધર વખરી, પશુઓમાં જે નુકશાન થયું છે તે માટેનો સર્વે કરાશે. હું ગુજરાતની જનતાને ખાતરી આપુ છું કે ચુકવાશે જ. માછીમારોના નુકશાનનો સર્વે થશે. પશુપાલન મૃત્યુનો સર્વે કરાશે. એ પ્રમાણે નોમ્સ પ્રમાણે જરુરથી સહાય ચૂકવવામા આવશે. કોવિડ હોસ્પિટલોને તકલીફ પડી નથી. જેની સૌથી વધુ ચિંતા હતી. એમાંથી બહાર આવી ગયા છીએ. પ્રધાનમંત્રી સતત સંપર્કમાં છે. તેઓ ચિંતા કરતા આવ્યા છે. તેઓ કાર્યક્રમ બનાવશે તો અમે સાથ આપીશું.