Home /News /gujarat /

રાજ્યના 8 શહેરોમાં શિક્ષકની ભરતી માટે યોજાયેલી TAT-1ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

રાજ્યના 8 શહેરોમાં શિક્ષકની ભરતી માટે યોજાયેલી TAT-1ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

પ્રતિકાત્મક તસવીર

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનર, રાજકોટ સિતના 8 શહેરોના 602 કેન્દ્રો પર બપોરે 12થી 3 દરમિયાન પરીક્ષા લેવાશે

    સંજય ટાંક

    રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે આજે રવિવારે બપોરે 12થી 3 દરમિયાન TATની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા ગુજરાતના રાજ્યના અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના 8 શહેરોના 602 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષા ગુજરાતના 1 લાખ 86 હાજર ઉમેદવાર આપી હતી. રાજયના અમદાવાદ શહેરનાના 36 હજાર જેટલા ઉમેદવારો TATની પરીક્ષા આપી હતી.

    આ પરીક્ષામાં વિષય પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે ગુજરાતી વિષયમાં નોંઘાઈ હતી. ગુજરાતીમાં 37 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી  પરીક્ષામાં કોઈ કોપી કે ચોરી ન થાય તે માટે દરેક બ્લોકમાં 2 સુપરવાઈઝર રખાશે. આ ઉપરાંત પરીક્ષાના દરેક બ્લોકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. બોર્ડની પરીક્ષાની જેમ જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 144 કલમ લગાવાઈ હતી. સરકારી તંત્ર દ્વારા ચોરીના બનાવને અટકાવવા માટે પરીક્ષા કેન્દ્ર આસપાસની તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ કરાયો હતો.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ યોજાયેલી LRDની પરીક્ષામાં પેપર લીક થયું હોવાની ઘટના બની હોવાથી હવે સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા ન માંગતી હોય તેવું જણાઈ રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખતા રાજ્યમાં જે કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી, ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Exam, TAT, ગુજરાત, શિક્ષણ

    આગામી સમાચાર