tarot weekly predictions: ધન રાશિના જાતકો આ સપ્તાહે બની શકે છે નિર્ધન તો કુંભ રાશિના લોકો અત્યંત ભાર હેઠળ આવી શકે છે. વૃષભ અને સિંહ રાશિ માટે આ સપ્તાહ લાભ લઈને આવી શકે છે.
મેષ (અ.લ.ઈ): ટેરો કાર્ડ્સના માર્ગદર્શન મુજબ આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે આંખ ઉઘડનારું બની શકે છે અને એવો સમય આવવી શકે છે જેનો સામનો ખૂબ જ હિંમતપૂર્વક કરવો પડે. એવી પરિસ્થિતિમાં યાદ રાખવું કે, તમારો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આ અઠવાડિયે તમારા વિચારોને ધ્યાનથી સાંભળો અને તમારા ગ્રોથ માટે જે ખરેખર જરૂરી છે તે સ્વીકારીને આગળ વઢવની તૈયારી રાખવી. સંબંધોમાં ઉપર નીચે થઇ શકે છે અને તેવા સમયે તજોડું વિચારીને કામ લેવું.
વૃષભ (બ.વ.ઉ): વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારા સંચાર લઈને આવી શકે છે. જો આ સપ્તાહમાં તમે પાર્ટનર શોધી રહ્યા હોવ તો તે તમને મળી જાય તેની શક્યતાઓ ઘણી બધી છે પણ સાથે જ તે પાર્ટનર તમારામાં ઘણા બદલાવો ઇચ્છશે તે વાત યાદ રાખીને આગળ વધવું. તબિયત, પૈસા કે અન્ય કોઈ મદદ માટે પાર્ટનરની મદદ લેવી અથવા મદદ કરવી.
મિથુન (ક.છ.ઘ): આ સપ્તાહે ટેરો કાર્ડ્સ મિથુન રાશિના જાતકોને કહી રહ્યા છે કે જે મનમાં હોય તે કહેશો અથવા જણાવશો તો પરિસ્થિતિ વધુ ક્લિયર થશે. પોતાના એક્શન્સને જાતે જુઓ અને પોતાને જજ કરો પરંતુ અન્ય લોકો તમે વિચારો છો તેવા જ હોય એ જરૂરી નથી એ યાદ રાખીને લાગણીઓથી જોડાવું હિતાવહ રહેશે.
કર્ક (ડ.હ): કર્ક રાશિ માટે આ સપ્તાહ વિચારોથી ભરપૂર રહેશે અને એવી પરિસ્થિતિ પણ આવી શકે છે જેમાં ઘણા વિચારો, કામ અને લાગણીઓ ભેગી થઇ જાય જેના લીધે કશું જ ના સૂઝે. આ સમય દરમિયાન તમે પોતાના સાથે સામાન્ય જીવનથી દૂર અલગ સમય વિતાવો જેથી કરીને તમે ભવિષ્યનું આયોજન કરી શકો અને વર્તમાનમાં જે એકલા રહેવાની જરૂર છેત એ પૂર્ણ કરી શકો. કોઈ નવા કામ આ સપ્તાહે હાથ પર લેવા નહિ.
સિંહ (મ.ટ): આ સમય સિંહ રાશિ માટે ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યો છે. ટેરો કાર્ડ્સના જણાવ્યા મુજબ કોઈ પણ નવો બિઝનેસ કે નવી શરૂઆત માટે આ સપ્તાહ તમારા માટે ખૂબ સારું છે. પણ ધ્યાન રાખવું કે તમે જેમાં રોકાણ કરી રહ્યા છો તે વિષે તમે બધી જ માહિતી મેળવી હોય અને પૂરતું રિસર્ચ કર્યું હોય. આ સપ્તાહ જો ક્યાંક બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો તેની પર અવશ્ય અમલ કરો.
કન્યા (પ.ઠ.ણ): વર્તમાનને માણો તેમજ મિત્રો અને ગમતા લોકો સાથે સમય વિતાવો એમ ટેરો કાર્ડ્સ કન્યા રાશિના જાતકોને આ સપ્તાહે સલાહ આપી રહ્યા છે. જે કશું પણ થઇ રહ્યું છે અથવા થશે તે તમારા હાથની બહારની વાત છે તો જે ભગવાન કે શક્તિમાં વિશ્વાસ રાખતા હોવ તેમને આ સપ્તાહે શુદ્ધ ઘીનો દીવો કરવો અથવા નિયમિત પ્રાર્થના કરવી.
તુલા (ર.ત) : તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું અને ખરાબ એમ મિક્સ્ડ રહી શકે છે. તમારા પોતાના વિચારો પર પૂરતું ધ્યાન આપો અને ધ્યાન ધરો. ભૂતકાળમાં કરલેઇ ભૂલો ફરીથી રિપીટ ના કરો તેનું ખાસ આ સપ્તાહે ધ્યાન રાખવું નહિ તો પરિણામ ખરાબ આવી શકે છે. કોઈ નવી શરૂઆત કરવી નહિ કે ગાઢ સંબંધો તરત જ બનાવી લેવા નહિ.
વૃશ્ચિક (ન.ય) : તમારા મનની લાગણીઓ શેર કરવાનું ટેરો કાર્ડ્સ તમને કહી રહ્યા છે. અન્ય લોકોનું બોલેલું કે કહેલું આ સપ્તાહે તમારા મન અને મગજ પર ચડી શકે છે જેના લીધે તમે ખોટો નિર્ણય લો તેમ બની શકે છે. આ પ્રકારના સંજોગોમાં તમને સમજી શકે તેવા લોકોને વાત કરીને સલાહ લેવી અને એક્શન્સ પર ફોક્સ કરવું. યાદ રાખવું કે તમે જે આપશો તે જ પરત મળે છે.
ધન (ભ.ફ.ધ) : ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહમાં પૈસાની તંગી નડી શકે છે તો કોઈ પણ રોકાણ કરતા પહેલા અવશ્ય ધ્યાન રાખવું. જો કોઈ મદદ લેવા આવે તો બધું જ જાણીને, પૂરતી માહિતી લઈને એ પછી જ મદદ કરવી. લાગણીઓને કાબૂમાં રાખીને થોડું પ્રેક્ટિકલ વિચારવાનું આ સપ્તાહ છે.
મકર (જ.ખ) : તમારી મહેનતનું ફળ ચાખવાનો સમય નજીક આવી રહ્યો છે તો કોઈ ઉતાવળ ના કરવી. હવે રાહ પૂર્ણ થવાના આરે છે તો કોઈ જ ઉતાવળિયા નિર્ણયો નહિ લેવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. પરિવાર સાથે સમય વિતાવો અને અન્ય લોકો સાથે નેટવર્કિંગ કરવાથી આ સપ્તાહે નાણાકીય લાભ મળવાની શક્યતા દેખાઈ રહી છે.
કુંભ (ગ.સ.શ.ષ): પોતાના જ કરેલા કામો અને નિર્ણયના ભાર હેઠળ તમે ફસાઈ જાવ તેમ બની શકે છે. દરેક પરિસ્થિતિને નવા દ્રષ્ટિકોણ અને મનની આંખોથી જોવાનો પર્ણ કરો. ઉકેલ તમારી પાસે જ છે અને અન્ય કોઈ તમને બચાવવા આવશે અથવા કોઈ ઉકેલ જ નથી એ બાબતો બાજુમાં મૂકીને નવી રીતેકપરા સંજોગોમાંથી બહાર આવો. અન્ય લોકો મદદ કરશે પણ એ પહેલા તમારે જ તમારી મદદ કરવાની છે.
મીન (દ.ચ.ઝ.થ) : મીન રાશિના જાતકોએ આ સપ્તાહે વાસ્તવિકતા અપનાવવાની જરૂર છે. આંખો ખોલો અને જે દેખાય છે તેનો વિશ્વાસ કરો. તમારા વિચારો અલગ હોઈ શકે છે પણ તેનો અર્થ એ નથી કે તમે ખોટા છો, પોતાની પર વિશ્વાસ કરો. અન્ય પાસેથી મદદની અપેક્ષા રાખ્યા વિના તમારા અસ્તિત્વનો વિશ્વાસ સ્વયંને અપાવવા માટે કોઈ જગ્યાએ ફરવા જવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર