હાર્દિક પટેલ, અરવલ્લી : શામળાજીનાં ખોડંબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ટેન્કરનું ટાયર ફાટતા શૌચક્રિયા કરવા ઉભેલા હઠીપુરા દૂધમંડળીનાં સેક્રેટરી અરવિંદભાઇ પગીનું મોત નીપજ્યું છે. આ સાથે ટેન્કર ચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, શામળાજીનાં ખોડંબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા દૂધ મંડળીનાં સેક્રેટરી, અરવિંદ પગીનું અવસાન નીપજ્યું છે. અરવિંદ ભાઇ રસ્તા પર બાઇક બાજુમાં પાર્ક કરીને શૌચક્રિયા કરી રહ્યાં હતાં. ત્યારે જ આ ટેન્કરનું ટાયર ફાટી જતા ટેન્કરની ટક્કર અરવિંદભાઇને વાગી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતને કારણે સ્થાનિક લોકો અને મૃતકનાં પરિવારજનો આવી પહોંચ્યા હતાં. ટેન્કર ચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે.
હાલ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર