12 અને 13 નવે. વડનગરમાં 'તાના રીરી' કાર્યક્રમનું આયોજન, પહેલી વખત FB અને યુટ્યૂબ પર થશે LIVE

આવતીકાલ 12 નવેમ્બરથી તાના રીરી કાર્યક્રમનો પ્રારંભ

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તારીખ. 12 અને 13 નવેમ્બરના રોજ ઉજવાનાર તાના-રીરી મહોત્સવ લોકો ઘેર બેઠાં પણ નિહાળી શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે

 • Share this:
  Tana-Riri Mahotsav 2021: ગુજરાતના સંગીત વારસાની ઉજળી પરંપરાને ઉજાગર કરતો પર્વ એટલે તાના-રીરી મહોત્સવ (Tana-riri Festival). આ મહતોસ્વ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (prime minister Narendra modi) શરુ કર્યો હતો. વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરમાં (Vadnagar) બે દિવસીય તાના-રીરી મહોત્સવનું (Tana-Riri Mahotsav) આયોજન કરવામાં આવે છે. આ બે દિવસમાં સંગીત ક્ષેત્રના વિદ્વાનો પોતાની કળાના સૂર રેલાવની લોકોને મંત્રમુદ્ધ કરે છે. ત્યારે આ વખતે કોરોના કાળમાં જળવાય રહેલી આ પરંપરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ તારીખ 12 અને 13 નવેમ્બરના રોજ શહેરમાં તાના-રીરી મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupedra patel) તાના-રીરી મહોત્સવને ખુલ્લો મુકશે. શુક્રવારના રોજ કવિતા કૃષ્ણમુર્તિ અને વિરાજ અમર ભટ્ટ (Kavita Krishnamurthy and Viraj Amar Bhatt) દ્વારા અહીંયા શાસ્ત્રીય ગાયન રજૂ કરવામાં આવશે. જ્યારે એલ.સુબ્રમણ્યમ વાયોલીનની પ્રસ્તુતિ કરશે. આ વર્ષે કવિતા કૃષ્ણમૂર્તિ અને શ્રીમતી વિરાજ અમર ભટ્ટને આ સંગીત શ્રેત્રનો પ્રતિષ્ઠીત એવોર્ડ આપવામાં આવશે

  કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં પણ જળવાઈ હતી તાતા-રીરી મહોત્સવની પરંપરા
  કોરોના વાયરસે આખા ગુજરાત સહિત દેશને હચમવા દીધો હતો ત્યારે વર્ષ 2020માં પણ તાના-રીરી મહોત્સવની પરંપરા જળવાઈ રહી હતી. એ સમયે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી તાના રીરી મહોત્સવ-2020નો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ 2020-21નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કર્યુ હતું. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.

  કવિતા કૃષ્ણમૂર્તિ અને શ્રીમતી વિરાજ અમર ભટ્ટને આ એવોર્ડ આપવામાં આવશે . શનિવારનાં રોજ નીરજ પરીખ અને વૃંદ દ્વારા કેશવ ગાન, પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ તો રાકેશ ચૌરસીયા દ્વારા બાંસુરી અને સિતાર જુગલ બંધીની પ્રસ્તુતિ થશે. આ વર્ષે પણ મુખ્યમંત્રીના હસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવશે. શ્રીમતી કવિતા કૃષ્ણમૂર્તિ અને શ્રીમતી વિરાજ અમર ભટ્ટને આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડમાં પ્રત્યેકને રૂપિયા 2 લાખ 50 હજારનો ચેક, શાલ અને તામ્રપત્ર પણ એનાયત કરવામાં આવશે.

  સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તારીખ. 12 અને 13 નવેમ્બરના રોજ ઉજવાનાર તાના-રીરી મહોત્સવ લોકો ઘેર બેઠાં પણ નિહાળી શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જિલ્લાના મુખ્ય શહેરોમાં એલઇડી સ્ક્રિન લગાવાશે, જેના માધ્યમથી સંગીત રસિકો આ મહોત્સવ નિહાળી શકશે. તાનારીરી સંકુલમાં તા.12મી સાંજે 7.30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. આમ તા.12 અને 13 એમ બે દિવસ સંગીતનો જલસો જામશે.  જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે કહ્યું કે, તાના-રીરી મહોત્સવમાં 1000 બેઠકની જ પરવાનગી માંગેલી છે. કલારસિકો આ કાર્યક્રમની મજા ઘરેબેઠાં પણ માણી શકે તે માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ ટ્યૂબના માધ્યમથી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાશે. જિલ્લાના શહેરોમાં એલઇડી સ્ક્રિન મૂકાશે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તારીખ 12 અને 13 નવેમ્બરના રોજ સાંજે 07.00 કલાકથી તાના-રીરી મહોત્સવ તાના-રીરી ઉધાન ખાતે યોજાનાર છે.

  આ મહોત્સવમાં 12 તારીખે શુક્વારે સાંજે 7.00 કલાકે મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેનાર છે. ઉલ્લેખનીય છે કે તાના-રીરી મહોત્સવમાં દર વર્ષે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવશે.

  પદ્મશ્રી કવિતા કિર્ષ્ણમુર્તિ અને ડો. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આ એવોર્ડ આપવામાં આવનાર છે. આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડ વિજેતાને રૂ 2,50,000 નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવશે.

  શું છે તાના રીરીની દંતકથા

  તાતા રીરીની દંતકથાની વાત કરવામાં આવે તો અકબરના દરબાર ગાયક, ઉસ્તાદ તાનસેનના ગુરૂનું અવસાન થયું ત્યારે તેણે રાગ ‘દીપક’ ગાયો હતો. એમ કહેવામાં આવે છે કે આ રાગ ગાવાને પરિણામે ગાયકને તેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા લાગે છે. તે જ પ્રમાણે તાનસેન દીપક રાગની દાઝથી પ્રભાવિત થયા હતા અને તેના શમન અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યા. આ દરમિયાન અકબરની સેનાનો સેનાપતિ ઈઝાદખાન વડનગર આવ્યો અને તેને તાના અને રીરી નામની બે બહેનો વિશે જાણવા મળ્યું હતું. જેઓ નિપુણ ગાયકો હતી અને રાગ મલ્હાર ગાઇને તાનસેન (રાગ દિપકના નિષ્ણાત)ના દાહને શમાવી શકતી હતી. તાનસેન વડનગર આવ્યા હતા અને તાના રીરીએ મલ્હાર રાગ ગાઈને દાહમાંથી મુક્તિ અપાવી હતી. એવી પણ કથા છે કે જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ આવવાની ના પાડી કારણ કે નાગરો તરીકે તેમનું વ્રત હતું કે તેઓ ગામના દેવની મૂર્તિની સામે જ ગાઈ શકે. દરબારનો પ્રસ્તાવ ન માનતા તેમના શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા હતી. આથી તેમણે દરબારમાં જઈ ગાવાને બદલે તેઓ કૂવામાં ડૂબીને આત્મહત્યા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેનને તાના-રીરીના માનમાં નામ આપેલા નવો સંગીત રાગ વિકસાવવા કહ્યું.

  કોણ છે તાના-રીરી?

  આદ્ય કવિ નરસિંહ મહેતાના દીકરીનું નામ કુંવરબાઈ હતી. કુંવરબાઈના દીકરી એટલે શર્મિષ્ઠા. શર્મિષ્ઠાના દીકરી એટલે તાના અને રીરી. તાના અને રીરી સંગિતજ્ઞી હતા. તેમની ખ્યાતિ દિલ્હી સુધી ફેલાયેલી હતી.

  2003થી થાય છે આયોજન

  સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં 2003થી રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં બે દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન થાય છે. 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી. તાના-રીરી સંગીત મહોત્સવનું મહેસાણાના વડનગરમાં તાના-રીરી સમાધિ સ્થળે આયોજન કરીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવતો હોય છે.

  કોને કોને મળ્યો છે એવોર્ડ

  2010માં સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર-ઉષા મંગેશકર બહેનોને, 2011-12માં પદ્મભુષણ ગિરીજાદેવીને, 2012-13માં કિશોરી આમોનકરને, 2013-14માં બેગમ પરવીન સુલ્તાનાને, 2014-15માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રેને, 2016-17માં મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉ. લલીથ રાવને, 2017-18માં પદ્મશ્રી આશા ભોંસલેને, 2018-19માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહને, 2019-20માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલને અને 2020-21માં અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
  Published by:Margi Pandya
  First published: