નર્મદા કાંઠે મફતમાં શિબિરમાં જોડાઇ સેવા કરવા માટે આવી રીતે અરજી કરો

News18 Gujarati
Updated: September 21, 2019, 1:32 PM IST
નર્મદા કાંઠે મફતમાં શિબિરમાં જોડાઇ સેવા કરવા માટે આવી રીતે અરજી કરો
પ્રતિકાત્મક તસવીર

આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય, નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન વગેરે કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

  • Share this:
વિશ્વની મોટામાં મોટી સિંચાઈ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિકાસ કાર્યમાં રાજયનાં યુવાનો પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શક્તિઓનો સદ ઉપયોગ કરે તે રીતે રાજયનાં અને રાષ્ટ્રનાં વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશય થી આશ્રમ–સેવા શિબિરનું આયોજન વિચાર્યું છે.

આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય, નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન વગેરે કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

યુવક-યુવતીઓ કે, જેઓ 31/07/2019નાં રોજ 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતાં હોય તેવા અને આ શ્રમ કાર્યમાં જોડાવા માંગતા હોય તેઓએ જરૂરી આધરપુરાવા સાથેની અરજી 30 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા સેવા સદન, રૂમ નં-217 બીજો માળ, રાજપીપળા જિ.નર્મદાને મોકલી આપવાની રહેશે.

અરજી સાથે આધારપુરાવા માટે પુરૂ નામ/સરનામું (આધારકાર્ડ/ચુંટણી મતદાતા ઓલખ કાર્ડ/રાજય, કેન્દ્વ સરકાર, શાળા, કોલેજો, કે યુનિવર્સીટી દ્વારા અપાયેલ ફોટા સાથેની ઓળખકાર્ડની પ્રમાણીત નકલ રહેઠાંણ પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી.

જન્મ તારીખ (જ્ન્મ તારીખનાં પ્રમાણપત્ર/શાળા છોડ્યાનાં પ્રમણપત્રની નકલ બિન ચૂક સામેલ કરવી.)શૈક્ષણિક લાયકાત/વ્યવસાય. પર્વતારોહણ, એન.સી.સી.,એન.એસ.એસ., કે સ્કાઉટ ગાઈડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમત ગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલો હોય તેની વિગત.વાલીનો સંમતિ પત્રક. શારીરિક તંદુરસ્તિ ધરાવતાં હોવાનું ડૉકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલા પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે.

અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે. તેમજ તેમનાં આવવા જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યવસ્થા સરકારા તરફથી કરવામાં આવશે. 
First published: September 21, 2019, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading